ખબર

ચીન કાંચના તે પુલને શા માટે બંધ કરી રહ્યો છે, જેનો માત્ર વિડીયો જોવાથી જ કાળજું મોઢામાં આવી જતું હતું- જાણો

ચીન દેશ આગળના ઘણા સમયથી અવનવી વસ્તુની શોધ કરતો આવ્યો છે. એમાંની જ એક વસ્તુ છે કાંચનો બનેલો પુલ. ખુબ ઊંચાઈ પર બનેલો કાચનો એવો પુલ, જ્યા તમે કાચ પાર ચાલો છો અને નીચે સેંકડો ફૂંટ ઊંડી ખીણ જોવા મળે છે. પર્યટકો માટે આ પુલ સૌથી મોટું આકર્ષણ માનવામાં આવી રહ્યું છે. પણ ચીન દ્વારા હવે આ પુલને બંધ કરવામાં આવી રહ્યો છે.

Image Source

આગળના અમુક સમયમાં અહીં ઘણી દુર્ઘટનાઓ થઇ ચુકી છે અને બે લોકોની મૃત્યુ પણ થઇ ચુકી છે. આ દુર્ઘટનાઓને લીધે કાંચના બનેલા આ પુલને જોવા માટે આવનારા લોકો માટે જોખમ ઉદ્દભવી ગયું છે. ચીને જ્યારે શરૂઆતમાં કાંચના પુલ પર વૉક-વે બનાવ્યું હતું ત્યારે તેનો ખુબ પ્રચાર કર્યો હતો.

Image Source

લોકોને પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે પુલ ભલે કાચનો બનેલો હોય પણ તે પુરી રીતે સુરક્ષિત છે. આજ બાબતને લીધે પુલ પર કાર પણ ચલાવવામાં આવી હતી. ચીનમાં લગભગ અઢી હજાર કાંચના પુલ છે. ચીનમાં ડબેઈ પ્રાંત જે પહાડોથી ઘેરાયેલો વિસ્તાર છે. અહીં કાંચના બનેલા 32 પુલ, વૉક-વે અને પહાડોને જોવા માટેના બનેલા માઉન્ટેન વ્યૂઇંગ પ્લેટફોર્મ્સને બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં હોંગયાગુનો ફેમસ કાચનો પુલ પણ શામિલ છે.

Image Source

અમુક સમય પહેલા તે દુનિયાનો સૌથી લાંબો કાંચનો બનેલો પુલ હતો. એવું પણ કહેવામાં આવતું હતું કે આ પુલ પર જવું કમજોર હૃદયના લોકોનું કામ નથી. આ પુલ બંન્ને બાજુએ ઉભેલા ઢોળાવવાળા ચટ્ટાનો(પહાડો)ની વચ્ચે બનેલો હતો.

Image Source

આ સિવાય પૂર્વનો તાઈહાંગનો ગ્લાસ વોક માઉન્ટેન વૉક-વે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ વૉક-વે પર નાની ગલી જેવો જ સાંકડો રસ્તો હોય છે અને નીચે ઊંડી ખીણ. અહીં નીચેના કાચ પર ખાસ ઇફેક્ટ આપવામાં આવી હતી. આ કાચ પર ઉભા રહેવા પર કે ચાલવા પર એવો આભાસ થાય છે કે કાંચ તુંટી રહ્યો છે. જો કે હકીકતે કાંચ તૂટતો નથી, આ માત્ર એક આભાસ જ હોય છે. જો કે આટલી ઊંચાઈ પર કાંચને તૂટવાનો આભાસ થવો કોઈને પણ ગભરાવી શકે છે.

Image Source

જણાવી દઈએ કે ગુઆંક્સી પ્રાંતમાં વરસાદને લીધે એક વ્યક્તિના લપસી જવાને લીધે જોરથી પુલની રેલિંગ સાથે તેનું માથું અથડાયું હતું અને નીચે પડી ગયો હતો. માથામાં થયેલી ભારે ઇજાને લીધે તેની મૃત્યુ થઇ ગઈ હતી. આ સિવાય આ દુર્ઘટનામાં છ અન્ય લોકો પણ ઘાયલ થઇ ગયા હતા.


તેની પહેલા જાંગજિયાજીમાં પણ એક દુર્ઘટના થઇ હતી. ઓગસ્ટ 2016 માં અહીં દુનિયાનો સૌથી ઊંચો અને લાંબો વૉક-વે શરૂ કરવામાં આવ્યો હતો જો કે તેને 13 દિવસ પછી જ બંધ કરવો પડ્યો હતો કેમ કે લોકોની વધુ પડતી સંખ્યાને લીધે પુલ ભાર સહન કરી શકે તેમ ન હતો જો કે તેના પછી ફરીથી રિનોવેશન કરીને અપગ્રેડ પણ કરવામાં આવ્યું હતું, જેના પછી પુલ રોજના 8,000 લોકોનો ભાર ઉંચકતો હતો. જો કે હવે લોકોની વધતી જતી સંખ્યાને લીધે પુલનું આ રીનોવેશન પણ ઓછું પડી રહ્યું છે.

Image Source

જુઓ આ વીડિયોમાં કાંચના બનેલા પુલ પર લોકો કેવી રીતે ગભરાઈને ચાલી રહ્યા છે:


Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.