ઝીરો કોવીડ નીતિ અપનાવવામાં પાગલપન કરી રહ્યું છે ચીન, પ્રાણીઓ જ નહીં માસુમ બાળકોને પણ પ્લાસ્ટિકમાં કરી રહ્યા છે બંધ, જુઓ વીડિયો

છેલ્લા બે અઢી વર્ષમાં કોરોનાએ આખી દુનિયાની અંદર હાહાકાર મચાવી દીધો. આ કોરોના વાયરસ ફેલાવવા માટે ચીનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. કોરોનાએ ઘણા લોકોના જીવ લીધા છે અને કરોડો લોકોને પોતાની ચપેટમાં લીધા છે, ત્યારે હાલ ચીનની અંદર ફરી કોરોના માથું ઊંચકી રહ્યો છે અને ચીન ઝીરો કોવિડ નીતિ અપનાવવામાં લાગી ગયું છે.

22 એપ્રિલે ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોરોનાને કારણે 12 લોકોના મોત થયા હતા. એક દિવસ પહેલા આ આંકડો 11 હતો. આ આંકડો ભલે નાનો લાગે, પરંતુ દેશમાં તેની અસર ઘણી મોટી થઈ રહી છે. લગભગ પાંચ અઠવાડિયાથી ચાલી રહેલું લોકડાઉન હવે વધુ કડક બનવા જઈ રહ્યું છે. શરૂઆતમાં, લોકડાઉન માત્ર થોડા વિસ્તારોમાં જ લાદવામાં આવ્યું હતું, જે હવે આખા શહેરમાં ફેલાઈ ગયું છે.

શરૂઆતમાં થોડી છૂટ આપ્યા બાદ કડક નિયમો હેઠળ કરોડો લોકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા હતા. લોકો ભૂખે મરી રહ્યા છે, કોરોનાના ડરમાં જીવે છે, બારી અને બાલ્કનીમાંથી બૂમો પાડી રહ્યા છે, પોલીસ સાથે અથડામણ કરી રહ્યા છે અને ખૂબ જ સામાન્ય જીવનધોરણ માટે લડી રહ્યા છે. તેમની સામે ઊભું છે તે ચીનની અત્યંત કડક શૂન્ય કોવિડ નીતિ છે.

ધ સનના એક રોપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં નાના બાળકો PPE સૂટ પહેરીને સ્કૂલ જતા જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો શાંઘાઈનો છે. વીડિયોમાં દુનિયાના સૌથી કડક લોકડાઉન વચ્ચે બાળકોની કતાર જોઈ શકાય છે. નાના બાળકો માથાથી પગ સુધી PPE કીટ પહેરે છે અને તેમના હાથમાં બેગ છે. આ દર્શાવે છે કે ચીન તેની શૂન્ય કોવિડ નીતિને લઈને કેટલી કડક છે.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા અન્ય એક વીડિયોમાં કેટલાક પાલતુ પ્રાણીઓને પ્લાસ્ટિકની થેલીઓમાં કેદ થયેલા જોઈ શકાય છે. આ વીડિયોને 10 લાખથી વધુ લોકોએ જોયો છે. વીડિયોમાં કૂતરા અને બિલાડીઓથી ભરેલી બેગ ફૂટપાથ પર પડેલી જોવા મળે છે. શહેરમાં પોલીસ કથિત રીતે કોરોના પોઝિટિવ આવતા લોકોના પાલતુ પ્રાણીઓને ત્રાસ આપીને મારી રહી છે.

Niraj Patel