શ્રીલંકાના સૌથી મોટા પોર્ટ ઉપર ચીને કર્યો કબ્જો, ઈન્ડિયન ઓસનમાં ભારતને લાગ્યો મોટો ઝટકો

શ્રીલંકાની અંદર ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા રણનીતિક બંદરગાહ હંબનટોટા આવતા વર્ષ સુધી બંદરગાહના રૂપમાં સંપૂર્ણ રીતે કામ કરવાનું શરૂ કરી દેશે. તો હવે આ બધા વચ્ચે ખબર આવી રહી છે કે આ બંદરગાહ ઉપર લગભગ ચીનનો કબ્જો રહેશે.

તો ચીન શ્રીલંકાના કોલંબો પોર્ટ સીટી, જેને સીપીસી પણ કહેવામાં આવે છે ત્યાં એક બીજું ઈન્કવેલ બનાવી રહ્યું છે. જે ના ફક્ત સ્થાનિક આજીવિકા અને શ્રીલંકાની સ્થાનિક પરંપરાને હંમેશા માટે ખતમ કરી દેશે પરંતુ આ પ્રોજેક્ટથી આ બંદરગાહ ઉપર શ્રીલંકાની સંપ્રભુતા પણ ખતમ થઇ જશે.

તમને જણાવી દઈએ કે ચીન શ્રીલંકામાં વિભિન્ન ઢાંચા પરિયોજનાઓમાં રોકાણ કરનાર વાળા દેશોમાં સૌથી મોટા દેશોમાંથી એક છે. પરંતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરો ઉપર આ વાતને લઈને ચિતાઓ ઉઠાવાઈ રહી છે કે ચીને શ્રીલંકાને પોતાના કર્જની જાળમાં ફસાવી લીધું છે.

ઇન્ટરનેશનલ ફોર્મ ફોર રાઇટ્સ એન્ડ સિક્યોરિટી એટલે કે IFFRASના જણાવ્યા પ્રમાણે કોલંબો પોર્ટ સીટી ઉપર અધિકાર જમાવ્યા બાદ ચીનને ભારતીય ઉપમહાદ્વીપ માટે પોતાનું પ્રવેશ દ્વાર શ્રીલંકામાં મળી ગયું છે  અને આ પોર્ટ ભારતના સૌથી દક્ષિણી ભાગથી થોડા જ સો કિલોમીટર દૂર આવેલો છે.

રિપોર્ટ પ્રમાણે કોલંબો પોર્ટ સીટીના નિર્માણ માટે ચીને હિન્દ મહાસાગરમાં કેટલાય હેકટર જમીન ઉપર દાવો કરીને તેના ઉપર કબ્જો કરી ચૂક્યું છે. જેના કારણે ભારતની ચિતામાં પણ વધારે થઇ ગયો છે.

Niraj Patel