આવો ચિમ્પાન્ઝી ક્યારેય નહિ જોયો હોય, બૈરાં કરતા પણ સારી રીતે ધોઈ રહ્યો છે કપડા, વીડિયો જોઈને પેટ પકડી હસવા લાગશો

મનુષ્ય અને જાનવરોમાં બુદ્ધિ-વિવેક અને વિચારવાની તેમજ સમજવાની શક્તિમાં અંતર હોય છે. જો કે, ચિંપાજી અને ગોરિલા એવા જાવનર છે જેમના DNAનો 98.8 ટકા ભાગ માણસો જેવો હોય છે. આ સમયે માણસોની નકલ કરતા કપડા ધોતો એક ચિંપાજીનો વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર પણ કરી રહ્યા છે. વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં ચિંપાજી બિલકુુલ માણસોની જેમ પાણી પાસે બેસીને આરામથી કપડા ધોતો જોવાઇ રહ્યો છે. લોકોને આ વીડિયો ક્લિપ જોઇ ઘણી મજા આવી રહી છે.

ઘણા લોકો ચિંપાજીની આ સમજદારી જોઇ હેરાન રહી ગયા છે.વાયરલ થઇ રહેલો વીડિયો કેટલાક જ સેકન્ડનો છે. આ વીડિયોમાં ક્લિપમાં તમે ચિંપાજીની સમજદારી અને કુશળતા જોઇ હેરાન રહી જશો. તે એટલા પરફેક્શનથી કપડા ધોઇ રહ્યો છે કે જોનારને તો ઝાટકો લાગશે. જેવી રીતે ચિંપાજી કપડા ધોઇ રહ્યો છે, તે જોઇ કહી શકાય કે આ કળા તેણે કોઇ માણસ પાસેથી શીખી છે. ચિંપાજીના એપિયરેંસથી લઇને બેસવાનો અને કપડા ધોવાનો અંદાજ પણ પરફેક્ટ છે.

યુઝર્સ ચિંપાજીની બુદ્ધિમાનીના કાયલ થઇ રહ્યા છે.  આમ પણ ચિંપાજી માણસોની જેમ જ કામ કરવા અને ભાવનાઓને જાહેર કરવા માટે જાણિતા છે. કેટલાક સમય પહેલા આવી રીતના જ એક ચિંપાજી અને મહિલાના ભાવનાત્મક લગાાવની પણ સ્ટોરી વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sachin Sharma (@helicopter_yatra_)

આ વીડિયો અત્યાર સુધી લાખો વાર જોવાઇ ચૂક્યો છે. લોકો હેરાની જતાવી કહી રહ્યા છે કે એક જાનવર આટલી સફાઇથી કેવી રીતે કપડા ધોઇ શકે છે.

Shah Jina