જયારે મનોરંજન માટેના સાધનો ઓછા હતા ત્યારે દૂરદર્શન મનોરંજનનું ઉત્તમ માધ્યમ હતું અને એમાં પણ બાળકોને ગમતા કાર્યક્રમો તો રવિવારે જ આવે. રવિવારની સવારથી સાંજ ક્યાં જતી રહે ખબર જ ના પડે.

2000ની સાલમાં આવેલ ટીવી સિરિયલ “શાકા લાકા બૂમ બૂમ” બાળકોમાં ખુબ જ લોકપ્રિય બની હતી જેમાં જાદુઈ પેન્સિલના કારણે બાળકો એ પેન્સિલના સપના પણ જોતા હતા. આ ટીવી સીરિયલના દૂરદર્શન પર 30 ભાગ બતાવવામાં આવ્યા ત્યારબાદ તે સ્ટારપ્લસ ઉપરથી પ્રસારિત થવા લાગી.

આ ટીવી સીરિયલના બાળ કલાકારો પણ બાળકો માટે મનગમતા બન્યા હતા. ત્યારે આપણે પણ બાળકો હતા અને એ કલાકારો પણ બાળક હતા. આજે 19 વર્ષ પછી એ ટીવી સીરિયલના બાળ કલાકરો જો તમને જોવા મળી જાય તો તમે ઓળખી પણ નહિ શકો.

ચાલો જોઈએ એ બાળકલાકારો આજે કેવા દેખાઈ રહ્યા છે.

1. સંજુ:
જે છોકરા પાસે પેન્સિલ હતી એ છોકરાનું નામ હતું સંજુ. આ કલાકાર સૌને ગમતો કલાકાર હતો. તેનું અસલી નામ છે કિશુંક વૈદ્ય. જે અત્યારે 28 વર્ષનો થઇ ગયો છે. ફોટામાં તમે જોઈ શકો છો કે તેનામાં કેટલો બદલાવ આવી ગયો છે.

2. કરુણા:
શાકા લાકા બૂમ બૂમની કરુણા એટલે કે હંસિકા મોટવાણીને તો તમે આજે પણ સારી રીતે ઓળખતા હશો પરંતુ તમને ખબર નહિ પડે કે આ એજ અભિનેત્રી છે જેને એ સીરિયલમાં પણ કામ કર્યું છે. હંસિકાએ કોઈ મિલ ગયા અને ઘણી ટીવી સિરિયલોમાં પણ જોડાયેલી છે આજે તે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

3. ટીટો:
સિરિયલની અડનાર કોમેડિયનની ભૂમિકા નિભાવનાર ટીટો જેનું અસલ નામ તો મધુર મિત્તલ છે તેને પણ બોલીવુડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. ઓસ્કાર સુધી પહોંચેલી ફિલ્મ “સ્લ્મ ડોગ મિલેનીયરમાં મધુર કામ કરી ચુક્યો છે.

4. સંજના:
સીરિયલમાં સ્ટાઈલિશ ગર્લ તરીકે કામ કરનારી સંજના એ સમયે પણ એટલી સ્ટાઈલિશ હતી તો આજે પણ એટલી જ સ્ટાઈલિશ છે. તેનું નામ રીમા વહોરા છે. તે આજે પણ સિરિયલોમાં જ કામ કરે છે. “ન આના ઇસ દેશ લાડો, મહારાણા પ્રતાપ, યમ હે હમ” જેવી સિરિયલોમાં તેનું કામ જોવા મળે છે.

5. જગ્ગુ:
જગ્ગુ સિરિયલની અંદર ખુબ જ ડરપોક બતાવવામાં આવ્યો હતો. તેનું અસાલનામ તો અદનાન જેપી હતું અને આજે તે સૌ અલગ દેખાઈ રહ્યો છે.

6. ઝુમરુ:
સંજુના ખાસ દોસ્ત ઝુમરુને કોઈ કેવી રીતે ભૂલી શકે? ઝુમરુનો અભિનય આદિત્ય કાપડિયાએ નિભાવ્યો હતો. જે આજે પણ કેટલીક ટીવી સીરિયલમાં જોવા મળે છે. “એક દૂસરે સે કરતે હે પ્યાર હમ, અદાલત, સૂર્યપુત્ર કર્ણ, બડે અચ્છે લગતે હે” જેવી ટીવી સીરિયલમાં તમે તેને જોયો જ હશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.