હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે ઘણા બાળકોએ તેના માતા-પિતા ગુમાવ્યા છે તો ઘણા લોકોએ તેના ઘરના મોભી ગુમાવ્યા છે. આ વચ્ચે રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે એક અગત્યનો નિર્ણય લીધો છે.

ગુજરાતની 8 હજાર સ્કૂલો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોનાની મહામારીને કારણે મૃતક વાલીઓના સંતાનને ફરી શિક્ષણ આપવામાં આવશે. આ ફી માફી માટે કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર જરૂરી બનાવવામાં આવ્યું છે. બાળકના માતા કે પિતા બંનેમાંથી જે પણ કામ કરતા હોય અને ફી ભરતા હોય તે પૈકી એક કોરોનાથી મૃત્યુ પામે તો ફી માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્કૂલમાં જ્યાં સુધીના ધોરણ હશે ત્યાં સુધી બાળકની સંપૂર્ણ ફી માફી થશે.

જણાવી દઈએ કે, કોરોના વોરિયર્સ લોકોંની સેવા કરતા-કરતા મૃત્યને ભેટયા છે. તેથી બાળકોનો અભ્યાસ આર્થિક સ્થિતિંને કારણે અટકે નહીં તે જવાબદારી સ્કૂલ સંચાલકોએ ઉઠાવી છે. મોટા ભાગની સ્કૂલોએ બાળકોને ફી વગર જ અભ્યાસ કરાવવાની તૈયારીમાં સહમતી આપી છે. આવનારા સમયમાં આ મુદ્દે સ્કૂલોની સંખ્યા પણ વધી શકે છે.