સેક્સ એજ્યુકેશન ના નામ પર ‘હસ્તમૈથૂન કેવી રીતે કરાય, સેક્સ કેવી રીતે માણવું’ સ્કૂલોમાં ભણાવાતા હડકંપ, બાળકોને ખરાબ ફિલ્મો દેખાડી, જુઓ 

યુકેની શાળાઓમાં બાળકોને ‘સેક્સ એજ્યુકેશન’ જેવી અશ્લીલ વાતો બતાવવામાં આવી રહી છે. 17 વર્ષની વયના બાળકોને હસ્તમૈથુન, ઓર્ગેઝમ અને અકુદરતી સેક્સ વિશે જણાવવામાં આવી રહ્યું છે. આ બધું ‘રિલેશનશિપ એન્ડ સેક્સ એજ્યુકેશન (RSE)’ના નામે કરવામાં આવી રહ્યું છે. આ માટે રંગબેરંગી પુસ્તકો ઉપરાંત કાર્ટૂન ડ્રોઈંગ અને વર્ડ સર્ચ ગેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, બાળકોને આ દિવસોમાં અલગ-અલગ જાતિઓ વિશે પણ જણાવવામાં આવી રહ્યું છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જેઓ કિશોરાવસ્થાએ પણ પહોંચ્યા નથી તેમને પણ સેક્સ અને રિલેશનશિપ એજ્યુકેશનના નામે એડલ્ટ ગ્રાફિક્સ અને અશ્લીલ તસવીરો-વિડિયો બતાવવામાં આવી રહ્યા છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે નોન-બાઈનરી (ન તો છોકરો કે છોકરી) શું છે. આ માટે ‘કોરમ લાઈફ એજ્યુકેશન’ અને બ્રુક એન્ડ સેક્સ એજ્યુકેશન ફોરમ (SEF) જેવી ઘણી સંસ્થાઓ આ બધામાં ઘુસી ગઇ છે. સાથે જ ઘણા એક્ટિવિસ્ટ શિક્ષક બનીને આ બધું કરી રહ્યા છે.

હવે સ્થિતિ એ હદે પહોંચી ગઈ છે કે બાળકોને ‘બાયોલોજિકલ સેક્સ’ અને ‘અન્ડરએજ સેક્સ’ વિશે કહેવામાં આવી રહ્યું છે. આ સંસ્થાઓ વ્યક્તિગત, સામાજિક, આરોગ્ય અને આર્થિક શિક્ષણ પર કાર્યક્રમોનું આયોજન કરે છે. દર વર્ષે 6 લાખ બાળકો આ વર્કશોપનો ભાગ બને છે. આ સંસ્થાઓ સરકારની નીતિઓમાં પણ દખલ કરે છે. 9 વર્ષના બાળકોને જણાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે છોકરો અને છોકરી હસ્તમૈથુન કરે છે.

તેમને LGBTQ વિશે પણ જણાવવામાં આવી રહ્યું છે. યુકેના કેટલાક વાલીઓ પણ આનાથી નારાજ છે. નિષ્ણાતોએ કહ્યું છે કે બાળકોને બાળકો જ રહેવા દેવા જોઈએ. ‘નેશનલ કાઉન્સિલ ઑફ ઈન્ટિગ્રેટેડ સાયકોથેરાપિસ્ટ’ના ડિરેક્ટરે જણાવ્યું હતું કે આનાથી એવી સ્થિતિ ન સર્જાય કે જ્યાં અમુક છોકરીઓ પોતાને અલગ જેંડરની બતાવતા અલગ ક્લાસરૂમની માંગ કરે.

નિષ્ણાતોએ કહ્યું છે કે બાળકોને વિચારધારાઓથી દૂર રાખવા જોઈએ અને તેમને માત્ર મૂળભૂત બાબતો જ શીખવવી જોઈએ. જો કે, વિદ્યાર્થીઓને સેક્સ એજ્યુકેશન આપવું સારી વાત પણ છે પણ તે અશ્લિલ ઢબે નહીં પરંતુ વૈજ્ઞાનિક ઢબે અને પદ્ધતિસરનું શિક્ષણ અપાય તે ખૂબ જરુરી છે, ગમે તેમ શિક્ષણ આપીને વિદ્યાર્થીઓને ન બગાડી શકાય.

Shah Jina