સુરતની અંદર તળાવમાં નાહવા પડેલા 2 બે બાળકો પાણીમાં થયા ગરકાવ.. દરેક માં-બાપનું કાળજું કંપાવી દે એવી ઘટના

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને આત્મહત્યા સાથે અકસ્માતના બનાવો પણ સતત વધી રહ્યા છે. તેમાં પણ ડાયમંડ નગરી સુરતમાંથી આવી ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. હાલ સુરતમાંથી એક ખબર સામે આવી છે, જેમાં તળાવની અંદર નાહવા માટે ગયેલા બે બાળકોના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક તળાવાની અંદર મોદી રાત્રે બે બાળકો ડૂબી ગયા હોવાની ખબર મળતા જ પોલીસ અને ફાયર વિભાગના જવાનો દોડતા થઇ ગયા હતા. મોડી રાત સુધી આ બાળકોની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

જેના બાદ આજે સવારે બોટ લઈને પાણીમાં ગરકાવ થઇ ગયેલા બંને બાળકોને બોટ દ્વારા શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાના 10 કલાક બાદ બંને બાળકોના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

આ બંને બાળકો પરિવારને જાણ કર્યા વગર સ્કૂલેથી છૂટીને સીધા જ તળાવમાં નાહવા માટે ચાલ્યા ગયા હતા. બંને બાળકોના કપડાં પણ તળાવ કિનારેથી મળી આવ્યા હતા. આ બંને બાળકોના નામ 3 વર્ષીય આબીદ અમજદ પઠાણ અને 14 વર્ષીય અજમેર નસીમ અન્સારી છે. તે બંને ભીંડી બજાર ઉન સચિનના વિધાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે.

Niraj Patel