દરેક માં-બાપે વાંચવા જેવું…
કોરોનાનું સંક્રમણ ફેલાવવાની સાથે જ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાળા કોલેજો પણ બંધ કરાવવામાં આવી હતી. પરંતુ હાલ કોરોનાનો પ્રકોપ થોડો ઓછો થવાની સાથે જ ભારત સમેત ઘણા દેશોની અંદર શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે, પરંતુ આ દરમિયાન બાળકો પણ કોરોનાની ચપેટે આવતા જોવા મળી રહ્યા છે.

પરંતુ હાલમાં થેયલી એક શોધ પ્રમાણે બાળકોમાં લાંબા સમય સુધી કોરોના સંક્ર્મણ રહેતું હોવાનું સામે આવ્યું છે અને ઘણા મહિનાઓ સુધી તેની અસર પણ રહી શકે છે. ઇટલીના રોમમાં કરવામાં આવેલા સર્વે અનુસાર આ વાત સામે આવી છે.

MedArxiv નામની એક ઓનલાઇન સાઈટ ઉપર પ્રકાશિત પિયર રીવ્યુ કરવામાં આવ્યો છે. આ રીવ્યુમાં એ વાત સાબિત થાય છે કે બાળકો માટે કોરોના સંક્રમણ વધારે ખતરનાક છે.

મોટા લોકોને જ્યારે કોરોના સંક્ર્મણ થાય છે ત્યારે તેમના શરીરમાં બીમારી બાદ તેમના કોઈ એક પ્રકારની સમસ્યા વધારે દિવસ સુધી બનેલી રહે છે. આવા સંક્રમિત લોકોમાં 6 મહિના બાદ પણ કોઈ એક પ્રકારની સમસ્યા રહે છે. પરંતુ બાળકોમાં આ વધારે દિવસ સુધી ટકી રહે છે.

ઇટલીના રોમ શહેરમાં વૈજ્ઞાનિકોએ કોરોના સંક્રમિત બાળકોની સંભાળ રાખવા વાળા 129 લોકોનો સર્વે કર્યો. જેની અંદર પૂછવામાં આવ્યું હતું કે શું બાળકોમાં કોરોના કે તેના સંબંધિત લક્ષણો વધારે દિવસ સુધી રહે છે, તો ખબર પડી કે બાળકોમાં લક્ષણો 6 મહિના કરતા વધારે સમય સુધી મળ્યા. આ બધા જ દર્દીઓ 18 વર્ષથી ઓછી ઉંમરના હતા.

કોરોનાથી સંક્રમિત બાળકોની દેખરેખ રાખનારા રેસ્પીરેટરી સિસ્ટમ, થાક, નાક બંધ થવું, માંશપેશીઓમાં દુખાવા સમેત અન્ય લક્ષણો બની રહેવાના સંબંધિત સવાલ પૂછવામાં આવ્યા હતા. સર્વેમાં ખબર પડી કે 50 ટકા બાળકોને ચાર મહિના અને તેનાથી વધારે સમય સુધી કોરોનાનું કોઈ એક લક્ષણ જોવા મળ્યું. 22.5 ટકા બાળકોમાં કોરોના સંબંધિત સમસ્યાઓના ત્રણ કે તેનાથી વધારે લક્ષણો જોવા મળ્યા.

એટલું જ નહીં આ સ્ટડી પ્રમાણે જે બાળકો હોસ્પિટલમાં ભરતી થયા હતા, તેમને પણ ઘણા મહિનાઓ સુધી કોરોના સંબંધી તકલીફો જોવા મળી. જયારે કોરોના મહામારી તેની સૌથી ગંભીર સ્થિતિમાં હતી ત્યારે એસિમ્પટૉમૅટિક રૂપમાં સંક્રમિત બાળકોમાંથી 42 ટકા બાળકોમાં સાજા થયા બાદ ઘણા મહિનાઓ સુધી કોરોના સંબંધી લક્ષણો જોવા મળ્યા હતા.

આ શોધને કરવા વાળા સંક્રામક રોગ વિશેષજ્ઞ અને સિએટલ ચિલ્ડ્ર્ન હોસ્પિટલના ફીજીશીયન ડૉ. ડેનિયલ જેર દ્વારા જણાવવામાં આવ્યું કે મને રિપોર્ટની અંદરના ડેટા ડરાવે છે. હું તેને બધાની સામે લાવતા ડરી રહી હતી. કારણ કે આ દુનિયાભરના લોકોને ચિંતામાં લાવી દેશે. કોરોના સંક્રમિત બાળકોમાં સૌથી લાંબો સમય રોકાવવા વાળી બીમારી છે નાકનું જામ થઇ જવું કે બંધ થઇ જવું. જ્યાં સુધી વાત રહી થાકની ઓળખ કરવાની તો તેમાં સમય લાગશે. કારણ કે બાળકો બીમારીમાંથી ઉભા થતા જ ખુબ જ એક્ટિવ થઇ જાય છે.
Children are getting long covid and being left with lasting problems https://t.co/XTbW6LgV4Z pic.twitter.com/gs8mIKFUsS
— New Scientist (@newscientist) February 25, 2021
ડૉ. ડેનિયલનું કહેવું છે કે આ ખુબ જ નાના આકારનો સર્વે હતો. વધારે પાકી જાણકારી માટે અમારે કે દુનિયાના અન્ય વૈજ્ઞાનિકોએ મોટા પ્રમાણમાં સર્વે કે શોધ કરવી પડશે.