ખબર

કોરોના સંક્ર્મણ વચ્ચે ફેલાયો નવી બીમારીનો ખતરો, મુંબઈમાં કોવિડ-19 સંક્રમિત 18 બાળકો PMISનો શિકાર

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાયેલો  ત્યારે આપણા દેશમાં પણ ચારેય બાજુએ આ ખતરો વ્યાપેલો છે. મુંબઈ તો કોરોનાનું હબ બની ગયું છે. તો આ દરમિયાન મહારષ્ટ્રના બાળકોમાં કોરોનાથી જોડાયેલી અલગ અલગ બીમારીઓ સામે આવી રહી છે.

Image Source

મુંબઈના વાડિયા ચિલ્ડ્રન હોસ્પિટલમાં અત્યાર સુધી 100 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 18 બાળકોમાં PMIS એટલે કે (Paediatric Multisystem Inflammatory Syndrome)નો શિકાર બની ગયા છે. અત્યારસુધી બે બાળકોના મૃત્યુ પણ તેના કારણે થઇ ગયા છે.

Image Source

PIMS નામની નવી અને દુર્લભ બીમારી કોરોના ઇન્ફેક્શનના સમયે અથવા તો થોડા સમય પછી બાળકોમાં જોવા મળી રહી છે.  વાડિયા ચિલ્ડ્રન હોસ્પિટલના સ્વાસ્થ્ય નિર્દેશક ડો. શકુન્તલા પ્રભુના જણાવ્યા અનુસાર “બે બાલોકના મૃત્યુ થયા છે, એક બાળકને કેન્સર સાથે કોરોના હતો અને બીજી એક બાળકી ખુબ જ ગંભીર સ્ટેજ ઉપર હતી. તે બે અઠવાડિયાની બીમારીથી બહાર આવી હતી અને ત્યારબાદ આમ્રે ત્યાં રેફર થઇ, બાળકીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી અને તેનું 6 કલાકમાં મૃત્યુ થઇ ગયું હતું. ચાર હજુ રિકવર થઇ રહ્યા છે અને બીજાને રજા આપવામાં આવી રહી છે.”

Image Source

PIMSની બીમારી જાપાનના બાળ રોગ વિષેશજ્ઞ ટૉમીસાકુ કાવાસાકી દ્વારા પહેલીવાર શોધવામાં આવી હતી, આ કાવાસાકી બીમારીનો જ એક અલગ પ્રકાર છે. તેના લક્ષણો છે, તાવ આવો, શરીર ઉપર ફોલ્લીઓ થવી, આંખો લાલ થવી, પેટથી જોડાયેલી સમસ્યાઓ થઇ શકે છે. 10 મહિનાથી લઈને 15 વર્ષ સુધીના બાળકોમાં આ બીમારીના લક્ષણો જોવા મળે છે.

Image Source

આ બીમારીના કારણે ડોક્ટરોની ચિંતા વધી ગઈ છે. આ બીમારી કોરોના સંક્રમણ વાળા બાળકોને ઘેરે છે.  કાવાસાકી બીમારી નાના બાળકોમાં જોવા મળે છે પરંતુ ભારતમાં PIMS 10 મહિનાથી લઈને 15 વર્ષના બાળકોમાં જોવા મળી રહી છે. અને આ સમયે ઈલાજની સ્થિતિ પણ ચિંતા જનક છે.

Image Source

SRCC ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર અમીષ વોરાના જણાવ્યા અનુસાર આ બીમારીમાં 100ની આસપાસ તાવ હોય છે. તાવની સાથે પેટ દર્દ , જુલાબ અને ઉલ્ટી પણ થઇ શકે છે. 100 ટકા રોગીમાં તાવ, 80 ટકા લોકોને જુલાબ ઉલ્ટી, 60 ટકા બાળકોની આંખો લાલ થાય છે, બીજા 5-60 ટકા બાળકોની જીભ લાલ થાય છે. છાલા પણ પડી શકે છે. 20-40 ટકા બાળકોના શરીરમાં ફોલ્લીઓ આવી શકે છે. એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ત્રણ સીમ્ટમ્સ જોવા મળે તો તરત ડોકરનો સંપર્ક કરવો જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.