ખબર

દેશમાં કોરોનાનો કહેર, બાળકો પર મંડરાઇ રહ્યો છે કોરોનાનો ખતરો, ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે બાળકો, જાણો વિગત

બાળકોમાં આ લક્ષણ હોય તો થઇ જજો સાવધાન

દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત ઓછા થઇ રહ્યા છે, લોકોને વેક્સિન લગાવવા પણ અભિયાન જારી છે. પરંતુ કોરોના વિરૂદ્ધ લડી રહેલા ડોક્ટર અને હેલ્થ વર્કર્સ માટે એક નવો પડકાર તૈયાર છે. હવે કોરોનાના નિશાન પર બાળકો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

કોરોનાનું સંક્રમણ હવે ઝડપથી બાળકોને તેની ઝપેટમાં લઇ રહ્યુ છે, તેનાથી એ સવાલ ઉઠી રહ્યા છે કે કેટલાક રાજયોમાં શુ કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દઇ દીધી છે. ? મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ બાદ હવે બિહાર સહિત અન્ય પ્રદેશોમાં પણ 12-14 વર્ષના બાળકો સંક્રમિત થઇ રહ્યા છે.

સરકારે બે દિવસ પહેલા દાવો કર્યો હતો કે કોરોના વાયરસથી બચાવનાર ટીકા કોવેક્સિનના 2-17 વર્ષના બાળકો પર ટ્રાયલ આગળના 10-12 દિવસમાં શરૂ થઇ જશે. પરંતુ વધતા મામાલા જોઇ હવે સરકારને તેમાં ઝડપ લાવવી પડશે.

કારણ કે વેક્સિનને મંજૂરી મળ્યાા બાદ વધારે માત્રામાં તે તૈયાર કરવામાં ઘણો સમય લાગશે. રાજસ્થાનના બે જિલ્લામાં બાળકો કોરોના સંક્રમિત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. દૌસામાં 22 દિવસમાં 300 બાળકો સંક્રમિત થયા છે

જયારે સીકરમાં 83 દિવસમાં 1757 બાળક સંક્રમિત થયાના અહેવાલ છે. ત્યાં મધ્ય પ્રદેશના સાગરમાં 30 દિવસમાં 302 બાળકો સંક્રમિત થયા છે.જયારે ઉત્તરાખંડમાં 20 દિવસમાં 2044 બાળકો સંક્રમિત થયા છે.

ઉત્તરાખંડમાં ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ડોક્ટર સરોજ નૈથાની અનુસાર, કયાંકને કયાંક આ આંકડા આપણને એલર્ટ કરી રહ્યા છે. જયારે વિપક્ષનો આરોપ છે કે ઉત્તરાખંડમાં ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પર્યાપ્ત સંખ્યામાં નથી.

મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કિશોર ઉપાધ્યાયનું કહેવુ છે કે, આ સમયે ઉત્તરાખંડમાં ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ નથી, આ સાથે કોરોનાથી સંક્રમિત જે બાળકો છે તેમને કોઇ પણ રીતે આપણે ટ્રીટ કરવાના છે અને મનોવૈજ્ઞાનિક રૂપે તેમની મદદ કરવાની છે. તેની રાજયમાં કોઇ વ્યવસ્થા નથી.

તમને જણાવી દઇએ કે, બાળકોમાં કોરોના સંક્રમણના શરૂઆતી લક્ષણ કયા છે. જો કોઇ પણ બાળકને શ્વાસ લેવામાં તકલીફ દેખાય, બાળકનુ નાક વહી રહ્યુ હોય, તેને તાવ અને થોડી ઉધરસ હોય. તે થાકેલુ લાગે અથવા તો તેને ઉલ્ટી થઇ રહી હોય તો સાવધાન રહેવુ અને તેની સારવાર માટે ડોક્ટરનો સંપર્ક કરવો, તેમના સાથે વાત કરવી અને સ્થિતિ જણાવવી.

પ્રધાનમંત્રી મોદીએ પણ બાળકોમાં કોરોના સંક્રમણને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેને લઇને તૈયારીની પણ વાત કરી ચૂકયા છે. બાળકોને કોરોના વાયરસથી બચાવવા માટે સૌથી પહેલા તો તેમને અલગ રાખો, તેમને પોતાના સાથે જ રમવા દો.

બહારના લોકો સાથે બિલકુલ સંપર્ક ના થવા દો. જો તમે જરૂરી સેવા સાથે સંકળાયેલા છો તો પોતાના ઘરના બાળકોથી દૂરી બનાવીને રાખો. ઘરમાં પોતે પણ માસ્ક પહેરો અને બાળકને પણ પહેરાવો. તેમને તાજો અને તંદુરસ્ત ખોરાક ખવડાવો. ઘરને હવાદાર બનાવી રાખો.