ખબર

બાળકોમાં આ બીમારીના લક્ષણો સાથે આવી રહ્યો છે કોરોના, દેશમાં વધી રહ્યા છે મામલાઓ, જાણો તેના વિષે

દેશભરમાં કોરોના વાયરના મામલાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, કોરોના વાયરસના કારણે લાખો લોકો સંક્રમિત થયા છે અને લાખો લોકોના મૃત્યુ પણ થઇ ગયા છે. પરંતુ અત્યારસુધી કોરોના વાયરસનું સંક્ર્મણ બાળકોમાં બહુ જ ઓછું જોવા મળી રહ્યું હતું, જે બાળકો આ બીમારીથી સંક્રમિત થયા છે તેમનામાં પણ ફ્લૂના લક્ષણો અને સીઝનલ બીમારીના જ લક્ષણો વધારે જોવા મળ્યા છે. જો કે હાલમાં બાળકોમાં પણ કોરોના વાયરન્સ મામલા વધવા લાગ્યા છે. ખાસ વાત તો એ છે કે કોરોના બાળકોમાં પોતાના લક્ષણો સાથે હાવી નથી થઇ રહ્યો, પરંતુ કાવાસાકી નામની બીમારીના લક્ષણોમાં દેખાઈ રહ્યો છે.

Image Source

છેલ્લા થોડા મહિનામાં દિલ્હીની ઘણી હોસ્પિટલમાં ભરતી કોરોના સંક્રમિત બાળકો આ બીમારીને મળી આવતા લક્ષણો જોવા મળ્યા છે, આ પહેલા મુંબઈમાં પણ આવા મામલા સામે આવ્યા છે.

Image Source

કાવાસાકી નામની આ બીમારી એક બહુજ દુર્લભ બીમારી છે. જેની અંદર શરીર ઉપર ફોલ્લીઓ અને સોજો આવવા લાગે છે, સાથે જ તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને પેટથી જોડાયેલી સમસ્યાઓ પણ થઇ શકે છે.

Image Source

આ બીમારી મુખ્યત્વે 5 વર્ષથી નાની ઉંમરના  છે. પરંતુ આ મોટી ઉંમરના બાળકો (14થી 16 વર્ષ)ને પણ પ્રભાવિત કરી શકે છે. જેના કારણે બાળકોની રક્ત કોશિકાઓ ફૂલી જાય છે અને તેમના આખા શરીર ઉપર લાલ ફોલ્લીઓ આવી જાય છે, બાળકોને સખ્ત તાવની સાથે તેમની આંખો પણ લાલ થઇ જાય છે.

Image Source

યુરોપમાં ઘણી જગ્યાઓ ઉપર બાલ્કોમાં આ બીમારીના લક્ષણો જોવામાં આવ્યા છે. મેં મહિનામાં બ્રિટેનમાં લગભગ 100 બાળકો તેનાથી સંક્રમિત થયા હોવાની વાત સામે આવી છે. જોકે આ બીમારીથી પીડિત મોટાભાગના બાળકો સાજા પણ થઇ ગયા છે અને એમને તેમના ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ આ બીમારી કેટલાક બાળકો માટે ગંભીર સમસ્યા પેદા કરી શકે છે અને તેમને આઈસીયુમાં પણ ભરતી કરવા પડી શકે છે.

Image Source

એવું માનવામાં આવે છે કે કોરોના વાયરસથી સંક્રમિત થવાના થોડા જ અઠવાડિયા પછી બાળકોમાં આ બીમારીના લક્ષણો જોવા મળે છે. બ્રિટેનના સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર બની શકે છે કે આ બીમારી બાળકો ઉપરાંત વયસ્કોને પણ પ્રભાવિત કરી શકે છે. જો કે હાલ આના ઉપર હશોધ ચાલી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.