મનોરંજન

બૉલીવુડના સ્ટાર્સના આ બાળપણના 5 ફોટો તમે ક્યારેય નહીં જોયા હોય, જોજો ચુકી ના જવાય

બોલીવુડના સ્ટાર્સનો ચાહકવર્ગ દુનિયાભરમાં ફેલાયેલો છે, અને દરેક વ્યક્તિને કોઈને કોઈ બૉલીવુડ સ્ટાર્સ પસંદ હોય છે, અને તેમના જીવન વિષે જણાવાની જિજ્ઞાસા પણ તેમને ખુબ જ હોય છે. આજે અમે તમારા માટે ખાસ બોલીવુડના એવા 5 સ્ટાર્સના બાળપણની તસવીરો લઈને આવ્યા છીએ જે તમે ક્યારેય નહીં જોઈ હોય.

Image Source

1. કેટરીના કૈફ:
બોલીવુડની ખુબ સુંદર અને ખ્યાતનામ અભિનેત્રી કેટરીના કૈફનું ચાહક વર્ગ પણ ખુબ જ મોટો છે. આ તસ્વીરમાં તમે બાળપણની કેટરીનાને જોઈ શકો છો. તે બાળપણમાં પણ ખુબ જ સુંદર દેખાતી હતી અને તેને મોટા ટી-શર્ટ પહેરેવાનું ખુબ જ પસંદ હતું.

Image Source

2. દીપિકા પાદુકોણ:
પોતાના પપ્પા પ્રકાશ પાદુકોણના ખોળામાં બેઠેલી આ નાની એવી બાળકી દીપિકા પાદુકોણ આજે બોલીવુડની સૌથી સફળ અભિનેત્રી બની જશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તે પોતાના બાળપણમાં પણ ખુબ જ ક્યૂટ દેખાઈ રહી હતી. અને આજે પણ પોતાની સુંદરતાથી ચાહકોને દીવાના કરે છે.

Image Source

3. ટાઇગર શ્રોફ:
બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા જેકી શ્રોફના દીકરા ટાઇગર શ્રોફની એક્શનના દીવાના દુનિયાભરમાં છે. તે ફિલ્મી પડદા ઉપર ખુબ જ ધૂમ મચાવતો જોવા મળે છે. પરંતુ અસલ જીવનમાં તે ખુબ જ શાંત અને શર્મીલો છે. તેના આ બાળપણના ફોટોમાં સફેદ ટી શર્ટ પહેરેલા ટાઇગરને તમે જોઈ શકો છો.

Image Source

4. આલિયા ભટ્ટ:
અભિનેત્રી આલિયા ભટ્ટ દેખાવમાં આજે પણ ખુબ જ ક્યૂટ છે, અને આજે પણ તે બાળકોની જેમ ક્યૂટ ક્યૂટ પ્રશ્નો પણ કરતી રહે છે જેના  કારણે પણ તે ખુબ જ ચર્ચામાં આવતી રહે છે. અહીંયા પોતાની મમ્મીના ખોળામાં બેઠેલી બાળપણની ક્યૂટ આલિયા તમે જોઈ શકો છો.

Image Source

5. સારા અલી ખાન:
અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સીંગની દીકરી સારા અલી ખાન પણ આજે બોલીવુડમાં પોતાની નામ મોટું કરી રહી છે. સારાની પહેલાની જૂની તસવીરો ખુબ જ વાયરલ થઈ રહી છે જેમાં સારા ખુબ જ વજનદાર દેખાઈ રહી હતી પરંતુ તેને પોતાનું બોડી ઘણું જ ઓછું કર્યું અને આજે તે ખુબ જ સુંદર પણ બની ગઈ. પરંતુ તેના બાળપણમાં તે ખુબ જ ક્યૂટ લાગતી હતી.