શું તમે બરાબર વિચારી રહ્યા છો ? દયાભાભી, માધવી કે અંજલી કે કોણ છે આ નાની બાળકી, વર્ષો જૂની તસવીર થઇ વાયરલ

દયા ભાભી, માધવી કે અંજલી…જાણો કોણ છે આ નાનકડી છોકરી, વર્ષો જૂનો ફોટો થયો વાયરલ

ટીવીના સૌથી લોકપ્રિય શોમાંનો એક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 14 વર્ષોથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો દર્શકોની પહેલી પસંદ પણ બની ગયો છે, ત્યારે છેલ્લા 14 વર્ષોથી આ શોના કલાકારો દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. બધા કલાકારોએ દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. સોશિયલ મીડિયા પર આ દિવસમાં લોકો ઘણા એક્ટિવ રહે છે. સાથે જ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહે છે. તારક મહેતા શોના કલાકારો  સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેઓ તેમની અને પરિવાર સાથેની તસવીરો પોસ્ટ કરતા રહે છે.

હાલમાં એક તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. જેને ઓળખવી મુશ્કેલ છે કે આ તસવીરમાં આખરે છે કોણ ? અમે જે તસવીરની વાત કરી રહ્યા છે તે તસવીર નીચે છે. તમે તસવીર જોઇ અંદાજો લગાવી શકો છો કે આ તસવીર કોની છે ? જણાવી દઇએ કે, તસવીરમાં તારક મહેેતા શોમાં માધવી ભિડેનો રોલ પ્લે કરી રહેલી સોનાલિકા જોશી નજર આવી રહી છે. સોનાલિકાએ થોડા સમય પહેલા જ તેમના બાળપણની તસવીર શેર કરી હતી.

આ તસવીરમાં સોનાલિકા ખૂબ જ ક્યુટ જોવા મળી રહી છે. સોનાલિકાએ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં સોનાલિકા ખૂબ જ નાની છે. તે બાળપણની તસવીરમાં ખૂબસુરત જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતા સોનાલિકાએ લખ્યુ છે કે, ફોટો ઓફ ધ ડે.

સોનાલિકા જોશી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 440K ફોલોઅર્સ છે. તે તેની તસવીરો પોસ્ટ કરી ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે લાંબાં સમયથી શો સાથે જોડાયેલી છે. તેના કામની પણ દર્શકો ખૂબ સરાહના કરે છે. સોનાલિકાને તારક મહેતા શોથી ઓળખ મળી છે.

સોનાલિકા જોશી એક લોકપ્રિય મરાઠી અભિનેત્રી છે. સોનાલિકાએ મરાઠી ફિલ્મ “જુલુક”માં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મો સાથે સાથે તે મરાઠી ટેલિવિઝન શો “પરિવર્તન”માં પણ કામ કરતી જોવા મળી છે. સોનાલિકાનો જન્મ 5 જૂન 1976ના રોજ મહારાષ્ટ્રમાં થયા હતો. તેને તેના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. આ ઉપરાંત તે કેટલીક મરાઠી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે.

સોનાલિકા રિયલ લાઇફમાં બિઝનેસ અને ફેશન ડિઝાઇનિંગ સાથે જોડાયેલ છે. તેનાથી તે કરોડોની કમાણી કરે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર તેને શોમાં એક દિવસના 25 હજાર રૂપિયા મળે છે. અસલ જીવનમાં તે કરોડોની માલકિન છે. ખબરોનું માનીએ તો, તેનો ઇન્કમ સોર્સ માત્ર “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો નહિ પરંતુ તેના ફેશન બ્રાંડ્સ, શોઝ અને સ્પોન્સર્સ પણ છે.

સોનાલિકા રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ છે. તે તેની બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. સોનાલિકાને અભિનય ઉપરાંત ફરવાનો પણ શોખ છે. તેમજ તે મોંઘી ગાડીઓની પણ શોખીન છે. તેની પાસે MG Hector, Swanky Maruti અને ટોયોટા જેવી મોંઘી ગાડીઓ છે.

તમને જણાવી દઇએ કે, સોનાલિકાએ 5 એપ્રિલ 2004ના રોજ સમીર જોશી સાથે લગ્ન કર્યા છે. તેમની એક દીકરી આર્યા જોશી પણ છે. જો કે, હાલ તો તે પરિવાર સાથે મુંબઇમાં રહે છે. સોનાલિકા ઘણીવાર તેના પતિ અને તેની દીકરી સાથે જોડાયેલ તસવીરો શેર કરતી રહે છે. સોનાલિકાની દીકરી 18 વર્ષની થઇ ચૂકી છે અને તે તેની દીકરી સાથે સારી બોન્ડિંગ પણ ધરાવે છે.

Shah Jina