રવિન્દ્ર જાડેજા, ધોનીથી લઈને કોહલીથી સુધીના 10 ક્રિકેટરો બાળપણમાં દેખાતા હતા- જુઓ તેમની ક્યૂટ ક્યૂટ તસવીરો

દરેક વ્યક્તિને તેનું બાળપણ ખુબ જ પ્રિય હોય છે. અને બાળપણની યાદો પણ દરેક વ્યક્તિને ગમતી હોય છે. આજે તો સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનનો જમાનો છે એટલે મોટાભાગના લોકો બાળકોની તસવીરો કેદ કરીને સ્ટોર કરતા હોય છે, પરંતુ જયારે સ્માર્ટ ફોન નહોતા અને કેમેરાથી જ તસવીરો ખેંચવામાં આવતી હતી ત્યારની જો કોઈ એક જૂની તસ્વીર પણ મળી જાય તો આપણે રાજીના રેડ થઇ જઈએ. ત્યારે આજે અમે તમને ભારતીય ખ્યાતનામ ક્રિકેટરોની એવી તસવીરો બતાવીશું જે આજ પહેલા તમે ક્યારેય નહીં જોઈ હોય.

1. વિરાટ કોહલી: હાલમાં ભારતીય ટીમની કમાન સાચવી રહેલા કપ્તાન વિરાટ કોહલી બાળપણમાં પણ ખુબ જ ક્યૂટ લાગતો હતો, જે તે આજે પણ દેખાય છે. તેનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ થયો હતો.

2. મહેન્દ્ર સિંહ ધોની: ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન જે ભલે આજે ભારતીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચુક્યા હોય પરંતુ ચાહકોના દિલમાં તે હંમેશા રહેશે. ધોની બાળપણમાં ખુબ જ અલગ દેખાતો હતો.

3. હાર્દિક પંડ્યા: ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા જે પોતાની રમત માટે તો જાણીતો છે જ સાથે પોતાના નટખટ અંદાજ માટે પણ ઓળખાય છે. હાર્દિક બાળપણથી જ ખુશ મિજાજી દેખાય છે.

4. વીરેન્દ્ર સહેવાગ: ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગ તેની રમતના કારણે ખુબ જ ચર્ચામાં રહ્યો હતો, તેના બાળપણની તસ્વીર જોઈને તેને ઓળખવો પણ મુશ્કેલ બને છે.

5. રવિન્દ્ર જાડેજા: ભારતીય ટીમના બીજા એક ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ તેની રમત ના કારણે ખુબ જ જાણીતો છે. બાળપણમાં તેનો નટખટ અંદાજ જોઈ શકાય છે.

6. કે.એલ. રાહુલ: ભારતીય ટીમના ધમાકેદાર ઓપનર કે. એલ રાહુલની પણ બાળપણની તસ્વીર જોતા ઓળખવો મુશ્કેલ બને છે.

7. શિખર ધવન: ગબ્બરના નામે ઓળખાતા ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન બાળપણમાં ખુબ જ ક્યૂટ દેખાતો હતો.

8. સુરેશ રૈના: મહેન્દ્ર સિંહ ધોની સાથે જ ક્રિકેટમાંથી સન્યાસ લેનારા સુરેશ રૈના પણ તેના બાળપણમાં ખુબ જ હેન્ડસમ દેખાતો હતો.

9. યુવરાજ સિંહ: ભારતીય ટીમના ભૂતપૂર્વ અને ધુંવાધાર બેટ્સમેન યુવરાજ સિંહનું નામ તો આજે પણ એટલા જ ગર્વ સાથે લેવામાં આવે છે. યુવરાજ બાળપણથી જ ચોકલેટી છે.

10. રોહિત શર્મા: ભારતીય ટીમના બીજા એક વિસ્ફોટક ઓપનર જેને હિટ મેન પણ કહેવામાં આવે છે એવા રોહિત શર્માના બાળપણ અને અત્યારના લુકમાં કઈ ખાસ બદલાવ નથી જોવા મળતો.

Niraj Patel