ફિલ્મી દુનિયા

અમિતાભ બચ્ચનના બાળપણનો રોલ કરનાર કલાકાર આજે કરોડોમાં આળોટે છે, જાણો શું કામ કરે છે

Image Source

અમિતાભ બચ્ચનજીની 1983 માં આવેલી ફિલ્મ ‘કુલી’ માં તેના બાળપણનો કિરદાર નિભાવનારો એક બાળક ખુબ મોટો થઇ ગયો છે. અમે વાત કરી રહ્યા છીએ માસ્ટર રવિની જે આજે 46 વર્ષના થઇ ગયા છે.

Image Source

માસ્ટર રવિના સ્વરૂપે 1977 માં આવેલી ફિલ્મ અમર અકબર એન્થની મા પણ અમિતાભજીના બાળપણનો રોલ કર્યો હતો આ ફિલ્મ દ્વારા તેનું ભાગ્ય રાતોરાત ચમકાઈ ગયું હતું. 6 જૂન 1971 રોજ જન્મેલા માસ્ટર રવિએ 1976 માં આવેલી ફિલ્મ ‘ફકીરા’ માં બાળ કલાકારના સ્વરૂપે ડેબ્યુ કર્યુ હતું.

Image Source

મોટા થઈને માસ્ટર રવિએ પોતાનું નામ રવિ વિલેચા કરી લીધું હતું. તેમણે અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટથી માસ્ટર ઈન હોસ્પિટાલિટી એન્ડ ઈન્ટરનેશલ બિઝનેસમાં એમબીએ કર્યુ છે. રવિ વિલેચા આજે હોસ્પિટાલિટીનું જાણીતું નામ છે. હાલ તે ઇન્ડિયાના પ્રાઇવેટ સેક્ટરના ટોપ બેન્ક માં હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે. આ સિવાય જે લોકો હોસ્પિટાલિટીમાં પોતાનું કેરિયર બનાવવા માંગે છે, રવિ તેઓને  ડેવલપમેન્ટ અને બીજી ઘણી આવડતો પણ શીખવાડે છે. તે આગળના બે દશકોથી આ ફિલ્ડમાં રાજ કરી રહ્યા છે. ફિલ્મોમાં અમિતાભજીનો તો રેકોર્ડ તોડ્યો જ છે, પણ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પણ તે બાદશાહ બની ગયા છે.

Image Source

માસ્ટર રવિએ તેના પછી દેશ પ્રેમી, શક્તિ, જેવી ફિલ્મોમાં અમિતાભજીના બાળપણનો રોલ કર્યો હતો અને દો ચેહેરે, મિસ્ટર નટવર લાલ,  દિખાના હૈં,  હાદસા, પાખંડી, પ્રોફેસર કી પડોસન વગેરે ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.  રવિ અત્યાર સુધીમાં અલગ અલગ ભાષાઓમાં 300 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. આટલી ફિલ્મો તો અમિતાભજી તો શું પણ  કોઈ અભિનેતાઓએ નહીં કરી હોય.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં રવિએ જણાવ્યું હતું કે બાળપણમાં તેને ફિલ્મોમાં શૂટિંગ કરવાને લીધે અભ્યાસ કરવા મળતો ન હતો, એવામાં તેણે પહેલા બેઝિક અભ્યાસ કર્યો અને તેના પછી હોસ્પિટાલિટી મેન્જમેન્ટનો કોર્સ કર્યો.

Image Source

આ સિવાય માસ્ટર રવિએ એ પણ કહ્યું કે,”પ્રોફેશનલી હું એક શેફ છું, ભવિષ્યમાં મને ફરીથી ફિલ્મોમાં કામ કરવાનો મૌકો મળશે તો હું ફરીથી ચોક્કસ કામ કરીશ.અમિતાભજીની સાથે કામ કરવાને લઈને રવિ કહે છે કે તેની સાથે કામ કરીને તમે ક્યારેય પોતાને નાનું બાળક કે ચાઈલ્ડ આર્ટિસ્ટનો અનુભવ નહીં કરશો.

Image Source

રવિ વિલેચા 90 ના દશકમાં દૂરદર્શન પર આવેલી સિરિયલ શાંતિ માં પણ એક બે આઈસોડ કરી ચુક્યા છે. તેના આધારે તેને ડાયરકેશનનો શોખ છે.

 

Image Source

મોટા થઈને માસ્ટર રવિએ રવિ વિલેચાના નામથી ફિલ્મોમાં પોતાને સ્થાપિત કરી દીધા.ઘણા ટીવી શો માં તેણે કામ કર્યું હતું જે ખુબ જ ચર્ચિત રહ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks