જિરાફને ખાવાનું ખવડાવી રહ્યો હતું આ બાળક, પણ ત્યારે જ થયું કંઈક એવું કે માતા-પિતાનો જીવ પણ તાળવે ચોંટી ગયો, જુઓ વીડિયો

પ્રાણીઓ જોવાનું કોને ના ગમે, નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી પ્રાણી સંગ્રહાલયમાં જઈને પ્રાણીઓને જોતા હોય છે, પરંતુ ઘણીવાર પ્રાણીઓની સાથે ઘણા લોકો એવી હરકતો પણ કરતા હોય છે કે તેમના કારણે તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આપણે ત્યાં એવું કહેવાય છે કે ભૂખ્યાને ભોજન આપવું એ પુણ્યનું કામ છે, પરંતુ પુણ્ય કરવું આ બાળક માટે મુશ્કેલી રૂપ બની ગયું, કારણ કેબાળક સાથે જે થયું તે જોઈને માતા-પિતાના જીવ અધ્ધર થઈ ગયા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોઈને તમને પણ હેરાન રહી જશો. વીડિયોમાં એક બાળક પ્રાણી સંગ્રહાલયમાં જિરાફને ખવડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, આ દરમિયાન તેની સાથે શું થશે તેની તેણે કલ્પના પણ નહીં કરી હોય.

આ વીડિયો એવા લોકો માટે પણ એક બોધપાઠ છે, જેઓ પ્રાણીસંગ્રહાલયમાં જઈને પ્રાણીઓની નજીક જવાનો પ્રયાસ કરે છે અને યોગ્યતા મેળવવા માટે તેમને કંઈક ખવડાવવાનું વિચારે છે. આવા લોકો એ પણ ભૂલી જાય છે કે પ્રાણીની ખૂબ નજીક જવું તેમના માટે જોખમી બની શકે છે. આ વીડિયોમાં આવો જ કિસ્સો છે, જેમાં એક બાળક જિરાફને કંઈક ખવડાવવાનું વિચારે છે. આ દરમિયાન તેના માતા-પિતા પણ તેની પડખે ઉભા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક તેના માતા-પિતા સાથે ઉભો છે. તે જ સમયે, જાળીની અંદર એક જિરાફ દેખાય છે. દરમિયાન, બાળક જિરાફને ખાવા માટે એક ડાળી આપે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જિરાફ તેના મોં વડે ડાળીને પકડે છે. આ સાથે, તે બાળકને પણ ટોચ પર ઉઠાવે છે. આ ડરામણો નજારો જોઈને પહેલા તો માતા-પિતાને કંઈ સમજ પડતી નથી. જો કે, તરત જ તે તેના બાળકનો પગ પકડી લે છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે માતા-પિતા પોતાના બાળકનો પગ પકડીને તેને નીચે ખેંચે છે અને તે જિરાફથી પોતાના બાળકનો જીવ બચાવે છે. જો માતા-પિતાએ સમયસર બાળકનો પગ ન પકડ્યો હોત તો તેની સાથે મોટી દુર્ઘટના બની શકત. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોઈ માતા પિતાને સાવચેત રહેવા માટે પણ જણાવી રહ્યું છે.

Niraj Patel