...
   

બાળકે રાહુલ ગાંધીને કહ્યું કે “મારે પાયલટ બનવું છે, તો રાહુલ ગાંધીએ કર્યું એવું કે….. જુઓ વીડિયો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં પોતાના બે દિવસીય ચૂંટણી પ્રચાર માટે કેરળમાં છે. કન્નુર જિલ્લાના કિઝુરકન્નુંમાં એક સ્થાનિક ચાની દુકાન ઉપર તે 9 વર્ષના બાળકને મળ્યા. જ્યાં તેમને એ બાળક સાથે બહુ બધી વાત કરી.

બાળકે રાહુલ ગાંધીને પોતાના સપના વિશે જણાવ્યું. બાળકે જણાવ્યું કે તે મોટો થઈને પાયલટ બનવા માંગે છે. ત્યારબાદ રાહુલ ગાંધીએ તેને પ્લેનના કોકપીટમાં લઇ ગયા. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર બાળક રાહુલ ગાંધીને જણાવે છે કે તે મોટો થઈને પાયલટ બનાવ માંગે છે. બાળકનું સપનું સાંભળીને રાહુલ ગાંધી તેને પ્લેનના કોકપીટમાં લઇ ગયા અને ત્યાં તેને જરૂરી વાતો સમજાવી.

રાહુલ ગાંધી બાળકની હિન્દી અને અંગ્રેજીની દક્ષતાથી પ્રભાવિત હતા. તેમને બાળકને તેના સપના અને ઈચ્છાઓ વિશે પૂછ્યું. બાળકે જણાવ્યું કે “હું ઉડવા માંગુ છું.” બીએજ દિવસે રાહુલ ગાંધીએ બાળક અને તેના પિતાને ચાર્ટડ ઉડાનના કોકપીટમાં લઇ જવાની વ્યવસ્થા કરી.

વીડિયોની અંદર બાળક ખુબ જ ધ્યાનથી બેઠેલો જોવા મળી રહ્યો છે. તો મહિલા પાયલટ વિમાનને ઉડાવવાની ક્રિયાવિધિ જણાવી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

આ વીડિયો રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. સાથે લખ્યું છે, “અમે અદ્વૈતના સપનાને સાચું કરવા માટે પહેલું પગલું ભર્યું છે. હવે અમારું કર્તવ્ય છે કે આપણે એક એવો સમાજ અને ઢાંચો તૈયાર કરીએ જે તેને ઉડાન ભરવાનો અવસર આપે.”

 

View this post on Instagram

 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

Niraj Patel