Video: જીવતી ગરોળીને હાથમાં પકડી બાળક નાખવા લાગ્યો મોંમા, નજારો જોઈને તમે પણ ચોંકી જશો

નાના બાળકોને ઘણીવાર માતા-પિતાની દેખરેખમાં રાખવા પડે છે, કારણ કે તેમની થોડી બેદરકારી બાળક માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. બાળકોને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત ખબર નથી હોતી, તેથી તેમના જીવનમાં માતા-પિતાની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. સામાન્ય રીતે નાના બાળકો જમીન પર પડેલી કોઈપણ વસ્તુને ઉપાડીને મોંમાં નાખી દેતા હોય છે અને તેમને ખબર નથી હોતી કે જમીન પર પડેલું બધું ખવાય તેવું હોતુ નથી. આવી સ્થિતિમાં ક્યારેક બાળકો મોઢામાં એવી વસ્તુઓ પણ નાખે છે જે તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળક જીવતી ગરોળી ઉપાડીને મોંમાં નાખવાનો પ્રયાસ કરે છે. આ નજારો જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ મળી છે. લોકો આ વીડિયોને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે અને બાળકની હિલચાલ જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

લોકોએ આના પર પ્રતિક્રિયાઓ પણ આપી છે, જેમાંથી એક યુઝરે લખ્યું છે – આ ઉંમરે બાળકોને હેન્ડલ કરવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે દરેક વસ્તુ સીધી તેમના મોંમાં જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિના શર્ટ પર એક ગરોળી ચાલી રહી છે અને તે વ્યક્તિ બાળકને ગરોળી બતાવે છે. બાળક ગરોળીને પકડી લે છે અને કંઈપણ વિચાર્યા વિના મોંમાં નાખવાનો પ્રયાસ કરે છે.

જેવી જ બાળક જીવતી ગરોળીને ખાવા માટે મોં પાસે લઈ જાય છે, ત્યાં જ તેની માતા અને તે વ્યક્તિ બંને બાળકનો હાથ પકડી લે છે. પરંતુ તમે વિચારો કે જો બાળક ગરોળીને મોંમાં નાખી દેતો તો તેને કંઈ પણ થઈ શકતુ.

Shah Jina