ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

નાના ટેણીયાએ સેનાના જવાનને જોઈને કર્યું સલામ, તસ્વીર થઇ વાયરલ, લોકો કરી રહયા છે તેની ભાવનાને સલામ

દરેક દેશના લોકોમાં તેમની સેનાએ પ્રત્યે એક અલગ જ સન્માન હોય છે. સેનાના જવાનોને જોઈને જ મનમાં એક જનૂન આવી જાય છે. દેશ માટે જીવા આપી દેનારા આ સૈનિકો માટે અલગ સન્માન હોય છે. તેમને જોઈને જે લોકોમાં જોશ આવી જાય છે અને પોતાની સૈનિકો પ્રત્યેની આસ્થા વ્યક્ત કરે છે. પરંતુ હમણાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીર તો એનાથી પણ એક પગલું આગળની છે.

Image Source

એક ત્રણ વર્ષનો માસૂમ બાળક સેનાના જવાનને જોઈને સલામ કરે છે અને જવાબમાં આ જવાને પણ સલામી આપી અને હસી પડ્યો. આ જ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં એકે તરફ દેશનો જવાન છે તો બીજી તરફ દેશનું ભવિષ્ય છે. આ ક્ષણને કોઈએ કેમેરામાં કેદ કરી લીધી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો. આ તસ્વીર લોકોને ખૂબ જ પસંદ આવી છે અને હાલ સોશિયલ મીડિયા વાયરલ થઇ ગઈ છે. આ તસ્વીર જુદા જુદા એકાઉન્ટ પર શેર કરવામાં આવી રહી છે અને લોકોની લાઇક્સ અને કૉમેન્ટ્સ પણ આવી રહી છે.

આ તસ્વીર ક્યાંની છે અને કોને લીધી છે એ ખબર નથી પડી રહી, પરંતુ આ તસ્વીર જાતે જ એક મેસેજ આપી રહી છે. આ તસ્વીરમાં એક જવાન ફરજ પર તૈનાત છે, જવાન કોઈ પર્વતીય ક્ષેત્રની નજીક હોય એવું જણાઈ રહ્યું છે. એક બાળક ત્યાંથી રમતો રમતો જઈ રહ્યો છે. બાળકના પગમાં જૂતા-ચપ્પલ પણ નથી. એ પોતાની જ મસ્તીમાં મશગૂલ છે. એવું લાગી રહ્યું છે જવાન પાસેથી પસાર થતા બાળકે નજર ફેરવીને જોયું તો સલામ કરી દીધું.

સોશિયલ મીડિયા પર આ તસ્વીર પર ઘણી બધી કૉમેન્ટ્સ આવી રહી છે. કોઈએ લખ્યું છે કે દેશભક્તિનું અંકૂર બાળપણથી જ ફૂટે છે. દરેક બાળકમાં જો આ ભાવના હશે તો ભારત તરફ કોઈ આંખ ઉઠાવીને નહિ જોઇ શકે. બીજા એક વ્યક્તિ એ કોમેન્ટ કરી છે કે જયારે બાળક બરાબર બોલતા પણ ન શીખ્યો હોય એ જ ઉંમરમાં બાળકના મનમાં સેના પ્રત્યે જે સન્માન જોવા મળે છે, એ જોઈને લાગે છે કે આ જ સાચું ભારત છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks