ખબર

2 વર્ષની આ બાળકીએ પ્લેનમાં માસ્ક પહેરવાની ચોખ્ખી ના પાડી, પછી જે થયું તે જાણીને સ્તબ્ધ થઈ જશો

કોરોના મહામારીને લીધે દેશ-વિદેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉનને લીધે ટ્રેન, બસ, ફ્લાઇટની યાત્રા પણ રદ્દ કરી દેવામાં આવી હતી. એવામાં અનલોક થતા જ તમામ સેવાઓ ફરીથી ધીમે ધીમે શરૂ થઇ રહી છે.

Image Source

જો કે હજી પણ કોરોના મહામારી ખતમ થવાનું નામ જ નથી લઇ રહી અને રોજ બરોજ ઘણા કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. એવામાં હવે ફરીથી લોકડાઉન કરવું શક્ય નથી પણ બીજા ઘણા નિયમો ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. જેમ કે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું અનિવાર્ય છે અને માસ્ક ન પહેરનારને દંડ ભરવો પડી શકે છે.

Image Source

એવામાં આવો જ એક દાખલો માસ્ક ન પહેરવાને લીધે બન્યો છે. મામલો યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઈટનો છે જ્યા બે વર્ષની બાળકી માસ્ક પહેરી રહી ન હતી જેને લીધે માતા-પિતા અને તેની બે વર્ષની દીકરીને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.

Image Source

બાળકીની માં એલિસ અર્બને ટ્વીટર પર રડતા રડતા વિડીયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓને ફ્લાઇટ માંથી ઉતારી દેવામાં આવ્યા હતા કેમ કે તેની બે વર્ષની દીકરીએ માસ્ક પહેર્યું ન હતું. એલિસે કહ્યું કે મેં અને મારા પતિએ ફ્લાઈટમાં માસ્ક પહેરી જ રાખ્યું હતું પણ તેની દીકરી માસ્ક પહેરી રહી ન હતી.

Image Source

બંનેએ ખુબ કોશિશ કરી કે તેની દીકરી માસ્ક પહેરે પણ તે રડવા લાગી હતી. આ દરમિયાન બંનેએ ફ્લાઇટ અટેન્ટેડને સમજાવવાની પણ કોશિશ કરી કે તેઓ તેની દીકરીને માસ્ક પહેરવા માટે મજબુર ન કરે કેમ કે તે ખુબ રડી રહી છે.પણ બાળકીના માસ્ક ન પહેરવાને લીધે તેઓને ફ્લાઇટ માંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને સાથે જ ભવિષ્યમાં પણ યુનાઇટેડ એરલાઇન્સની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

Image Source

એલિસે વીડિયોમાં WHO ની ગાઇડલાઇનનો પણ ઉલ્લેખ કર્યો હતો.જેમાં જણાવવામાં આવેલું છે કે 5 વર્ષથી નાના બાળકો માટે માસ્ક પહેરવું ફરજીયાત નથી. જો કે યુનાઇટેડ એરલાઇન્સ દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે તેઓને ફ્લાઇટ માંથી ચોક્કસ ઉતારી દેવામાં આવ્યા હતા પણ ભવિષ્યમાં એરલાઇન્સ દ્વારા મુસાફરી કરવા માટે પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો.

જુઓ એલિસ અર્બન દ્વારા શેર કરેલો વિડીયો…