અદ્દભુત-અજબગજબ દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

32 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રહ્યું આ 5 મહિનાનું બાળક, કોરોનાને પણ હરાવ્યો, ડોકટરો કહે છે ચમત્કાર

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાયેલો છે, આ વાયરસથી વૃદ્ધથી લઈને નાનું બાળક પણ તેના સંક્ર્મણમાં ફસાઈ ચૂક્યું છે, દુનિયાભરમાં લાખો લોકોના જીવ કોરોના વાયરસના કારણે ચાલ્યા ગયા છે અને હજકુ પણ લાખો લોકો તેનાથી સંક્રમિત છે. આ ખતરો દિવસેને દિવસે વધી પણ રહ્યો છે. કોરોના વાયરસની દવા પણ હજુ સુધી શોધાઈ નથી રહી પરંતુ આ બધા વચ્ચે પણ ઘણા લોકો સાજા થઇ રહ્યા છે.

Image Source

આવી જ એક કોરોના વાયરસથી સંક્રમિત 5 મહિનાની બાળકે પણ કોરોનાને હરાવ્યો છે, પરંતુ તેને જે રીતે કોરોનાને હરાવ્યો છે તેને ડોકટરો પણ ચમત્કાર માની રહ્યા છે.

Image Source

આ બાળક છે બ્રાઝિલનું, અને તે માત્ર 5 મહિનાનું છે. તેને 32 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રહીને કોરોના સામેની જંગને જીતી છે. આ બાળક બે મહિના પહેલા જ તેના માતા-પિતા સાથે સંબંધીઓના ત્યાં ગયા હતા અને ત્યાંથી જ તે સંક્રમણની ચપેટમાં આવી ગયું હતું. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યું હતું.

Image Source

છેલ્લા 54 દિવસથી હોસ્પિટલની અંદર તેનો ઈલાજ ચાલી રહ્યો હતો, ડોકટરના જણાવ્યા પ્રમાણે તે બાળક 32 દિવસ સુધી કોમામાં ચાલ્યું ગયું હતું, તેને એક મહિના માટે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું હતું. આ બાળકનું નામ ડોમ છે અને હવે તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. આ બાળક હવે સંપૂર્ણ સ્વસ્થ છે. ડોકટરો પણ આ બાળકના સાજા થવાની ઘટનાને જાદુ કહી રહ્યા છે.

Image Source

આ બાળકના પિતાના જણાવ્યા અનુસાર ડોમને બે મહિના પહેલા જ શ્વાસ લેવામાં થકલીફ થઇ રહી હતી, તરબાદ તેને હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. ડોક્ટરને શરૂઆતમાં લાગ્યું કે તેને કોઈ વાયરલ ઇન્ફેક્શન હશે અને તેને દવા આપવામાં આવી.

ડોમને દવા આપવામાં આવી હોવા છતાં પણ તેનો કોઈ અસર થયો નહોતો, ત્યારબાદ તેને બીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ડોકટરે જયારે તેનો કોરોના રિપોર્ટ કર્યો ત્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  અને ત્યારબાદ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.

Image Source

બ્રાઝીલમાં અત્યાર સુધી કુલ 25 બાળકોના મૃત્યુ થઇ ગયા છે જેમની ઉમર 1 વર્ષ અથવા તો 1 વર્ષથી નાની ઉંમરના હતા.  દેશમાં અત્યારસુધી કોરોનાના 5 લાખ કેસ સામે આવી ગયા છે. જેમાંથી 29 હજારથી પણ વધારે લોકોના મૃત્યુ થઇ ગયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.