ખબર

પતિ-પત્ની બનાવી રહ્યા હતા ટીક-ટોક વિડીયો, પાછળથી દીકરાએ કર્યું કંઈક આવું- જુઓ વાઇરલ વિડીયો

આજના સમયમાં સોશિયલ મીડિયા પોતાની કલાકારી દેખાડીને ફેમસ થવા માટેનું માધ્યમ બની ગયું છે. દરેક કોઈ લોકો પોતાના ટેલેન્ટ કે સ્ટન્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. જો કે આજ સ્ટન્ટ ઘણીવાર ગંભીર અકસ્માતનું પણ કારણ બની જતા હોય છે.ઘણીવાર તો સ્ટન્ટ કરવાના ચક્કરમાં લોકો ઘાયલ થઇ જતા હોય છે કે મૃત્યુ પણ થઇ જતિ હોય છે.

એવામાં તાજેતરમાં જ એક વિડીયો સામે આવ્યો છે જ્યા એક પતિ પત્ની ટીક-ટોક પર વિડીયો બનાવી રહ્યા હોય છે અને તેનું નાનું બાળક પણ તેને જોઈને તેની નકલ કરવા લાગે છે. હાલના સમયે આ વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે અને તેનાથી લોકો જાગૃત પણ થઇ શકે તેમ છે.

 

View this post on Instagram

 

Ура я лечу на море 🌴 #детскийотдых #турцияанталия #инстадеткиекб

A post shared by Bonor_Gabriel Екб (@bonor_gabriel) on

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પતિ પત્ની વિડીયો બનાવવા માટે કૂદકો લગાવે છે તો તેનું ત્રણ વર્ષનું બાળક બાળક પણ તેને જોઈને ઉપરથી નીચે કૂદકો લગાવે છે.જો કે નીચે જમીન પર ગાદલા લગાવેલા હોવાથી ગંભીર અકસામત કે ઇજા થવાથી બાળક બચી જાય છે. પણ આ જ ઘટના ગંભીર અકસ્માતમાં ફેવરાઇ શકે તેમ હતી.

3 વર્ષનો ગૈબરિલ માં-બાપની નકલ કરતા નીચે પડી જાય છે. આ વીડિયોને જોઈને લોકો આ કપલની ખુબ આલોચના કરી રહ્યા છે.એવામાં એક યુઝરે લખ્યું કે,”આ વિડીયો રમુજી એટલા માટે છે કેમ કે નીચે પડ્યા પછી બાળક હસવા લાગે છે, પણ જો અહીં આ બાળકની ડોક તૂટી જાત તો ગંભીર ઘટના થઇ શકે તેમ હતી.માતા-પિતાએ પોતાના બાળક પ્રત્યે સાવધાનીઓ રાખવી જોઈએ”.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks