જો તમારુ બાળક પણ એકલુ લિફ્ટમાં જાય છે તો ચેતી જજો ! 8 વર્ષનું બાળક લિફ્ટમાં ફસાયુ તો મિનિટો સુધી બૂમો પાડી, રડી-રડી અધમુઓ થઇ ગયો- જુઓ વીડિયો

લિફ્ટમાં 10 મિનિટ ફસાઇ રહ્યુ બાળક, મદદ માટે બૂમો પાડતો વીડિયો થયો વાયરલ

ઘણીવાર લિફ્ટ સાથે જોડાયેલ કિસ્સા સામે આવતા આપણે ચોંકી જઇએ છીએ. કેટલીકવાર લિફ્ટમાં ફસાઇ જવાના, તો કેટલીકવાર લિફ્ટ ધડામ દઇને પડવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે એક હાલમાં કિસ્સો સામે આવ્યો જેમાં એક 8 વર્ષનું બાળક લગભગ દસેક મિનિટ સુધી લિફ્ટમાં ફસાઇ રહ્યુ. લિફ્ટ ચોથા અને પાંચમાં ફ્લોર વચ્ચે અચાનક રોકાઇ ગઇ હતી, જેમાં બાળક મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. બાળકના લિફ્ટમાં ફસાયાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે.આ ઘટના ગ્રેટર નોએડા વેસ્ટ પોલિસ સ્ટેશનના બિસરખ ક્ષેત્રના નિરાલા એમ્પાયર સોસાયટીની છે.

સામે આવેલા CCTVમાં જોઈ શકાય છે કે એક બાળક લિફ્ટમાં ફસાઈ ગયું છે અને તે ખૂબ જ પરેશાન છે. બાળક લગભગ 10 મિનિટ સુધી લિફ્ટમાં અટવાયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે લિફ્ટનો દરવાજો બે માળની વચ્ચે ખુલ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક પરેશાન છે અને ગુસ્સામાં છે. બાળક પહેલા નીચે જુએ છે. તે પછી, જ્યારે તેની પાસે કોઈ વિકલ્પ નથી હોતો ત્યારે તે બૂમો પાડવા લાગે છે. લિફ્ટ પર પણ પંચ મારવાનું શરૂ કરે છે. બાળકના રડવાનો અવાજ સાંભળીને લોકો ત્યાં એકઠા થઈ જાય છે અને સિક્યોરિટીને બોલાવીને તેને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવે છે.

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સિક્યોરિટી સ્થળ પર હાજર નહોતો. તેને તાત્કાલિક ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. આ પહેલા ગાઝિયાબાદમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. અહીં 29 નવેમ્બરના રોજ ક્રોસિંગ રિપબ્લિકની એસોટેક નેસ્ટ હાઉસિંગ સોસાયટીની એક લિફ્ટ અચાનકથી ખરાબ થઇ ગઇ અને ત્રણ બાળકીઓ લિફ્ટમાં ફસાઇ ગઇ. લગભગ વીસેક મિનિટ સુધી બાળકીઓ તેમાં ફસાયેલી રહી. પરિજનોની ફરિયાદ પર પોલિસે આ મામલે કેસ દાખલ કર્યો હતો. આ ઘટનાનો પણ વીડિયો સામે આવ્યો હતો.

જેમાં દેખાઇ રહ્યુ હતુ કે, લિફ્ટમાં ફસાયેલી બાળકીએ ખરાબ રીતે ગભરાઇ ગઇ હતી. તે ઘણીવાર સુધી લિફ્ટ ખોલવાની કોશિશ કરતી રહી પરંતુ લિફ્ટ ખુલી નહિ, તેમણે ઇમરજન્સી કોલ બટન પણ પ્રેસ કર્યુ પણ તત્કાલ મદદ મળી શકી નહિ. તે બાળકીઓની ઉંમર લગભગ 8-10 વર્ષની હતી. એવું કહેવામાં આવ્યુ હતુ કે, આ ઘટના 29 નવેમ્બરની સાંજે બની હતી.

Shah Jina