મનોરંજન

યાદ છે તમને સૂર્યવંશમનું એ બાળક, જેને ભાનુપ્રતાપને ઝેર વાળી ખીર ખવડાવી હતી? જાણો આજે શું કરે છે ?

ટીવી ઉપર ઘણી ઉપર ઘણી બધી ફિલ્મો રોજ પ્રસારિત થતી હોય છે. પરંતુ આ બધામાં સતત સેટ મેક્સ ઉપર આવતી “સૂર્યવંશમ” ફિલ્મને કોણ ભૂલી શકવાનું ? એ ફિલ્મના એક એક દૃશ્યો દરેક દર્શકોને આજે યાદ છે.

તો બધાને એ ફિલ્મમાં હીરા ઠાકોરનો દીકરો જે ભાનુપ્રતાપને ઝેર વાળી ખીર ખવડાવે છે એ પણ યાદ જ હશે ને? તો ચાલો જાણીએ આજે કે એ બાળક આજે ક્યાં છે ? અને શું કરી રહ્યો છે?

સૂર્યવંશમ ફિલ્મનો ટર્નિંગ પોઇન્ટ જ એ બાળકનું ભાનુ પ્રતાપને ખીર ખવડાવવું બને છે. હવે એ ખીર ખવડાવનારો હીરા પ્રતાપનો દીકરો આજે ઘણો જ મોટો થઇ ગયો છે. તેનું અસલ નામ હતું પી.બી.એસ. આનંદ વર્ધન.

Image Source

આનંદ વર્ધને 4 વર્ષની ઉંમરમાં જ અભિનય કરવાની શરૂઆત કરી દીધી હતી. તેનું ફિલ્મોમાં ડેબ્યુ “પ્રિયારાગલુ” નામની તેલુગુ ફિલ્મથી થયું. બાળ કલાકાર તરીકે આનંદે 20 તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

આનંદના દાદા પી.બી. શ્રીનિવાસ ગાયક હતા. તેમને તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ફિલ્મમાં ગીત ગાયા છે. શ્રીનિવાસને ગાયિકીમાં દિગ્ગજ માનવામાં આવતા હતા. તેઓ ઇચ્છતા હતા કે તેમનો પૌત્ર અભિનેતા બને.

Image Source

આનંદના પિતા ચાર્ટડ એકાઉન્ટટ છે. બાળપણમાં સૌના દિલોમાં રાજ કરવા વાળા આનંદ લગભગ 13 વર્ષની ઉંમરમાં જ ફિલ્મી દુનિયાથી દૂર થઇ ગયો. આનંદે આ દરમિયાન અભ્યાસમાં ધ્યાન આપ્યું. આનંદે CMR College of Engineering & Technologyમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીયરીંગમાં બીટેક કર્યું.

Image Source

2016માં આનંદની ખબર આવવા લાગી. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આનંદે જણાવ્યું હતું કે ફિલ્મમેકર કાશી વિશ્વનાથ ગારુ ઇન્ડસ્ટ્રીમાં તેના ગોડ ફાધર છે.