અમદાવાદ : વરઘોડામાં પૈસા વીણી રહેલા બાળકને ઘોડાએ મારી લાત, થયુ દુઃખદ મોત – જાણો સમગ્ર માહિતી

દુઃખદ સમાચાર: અમદાવાદમાં નાનકડો છોકરો વરઘોડા પાછળ ઉભો હતો ને ઘોડાએ લાત મારી, જાણો સમગ્ર માહિતી

Ahmedabad: ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના મામલા સામે આવે છે. એક બાજુ હાલ લગ્નની સિઝન પણ ચાલી રહી છે, અને લગ્નમાંથી પણ કેટલીકવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. પણ હાલમાં જે મામલો સામે આવ્યો તેનાથી લગ્નમાં જતાં લોકો પણ ચોક્કસથી કાળજી રાખશે. અમદાવાદના ઈસનપુરમાંથી એક કિસ્સો સામે આવ્યો, જેમાં લગ્નના વરઘોડા સમયે ઘોડાએ લાત મારતા એક બાળકનું મોત નિપજ્યુ હતુ.

ત્યારે બાળકના મોતના પગલે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. અમદાવાદના ઈસનપુરમાં એક પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો અને તેથઈ જ વરઘોડાનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ડીજેના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હત અને સાથે સાથે સ્નેહીજનો રૂપિયાની છોળો પણ ઉડાવી રહ્યા હતાં. આ જોઇ આસપાસના બાળકો દોડી આવ્યા અને તેઓ રૂપિયા વીણવા લાગ્યા.

જો કે, આ દરમિયાન જ્યારે એક બાળક રૂપિયા વીણવા ઘોડા નજીક પહોંચ્યો તો ઘોડાએ લાત મારતા માસૂમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને આ જોઇ પરિવારજનોએ તાત્કાલિક વરઘોડો અટકાવ્યો અને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જો કે, તેનું માથામાં ગંભીર ઈજાઓને પગલે મોત થયુ હતુ. આ કારણે લગ્નના ઘરનો ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો.

Shah Jina