મનોરંજન

ડેન્ગ્યુના કારણે મૃત્યુ પામ્યો આ પ્રસિદ્ધ બાળ કલાકાર, શોકમાં ડૂબી આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી- જાણો વિગત

ફિલ્મ ઈન્ડરસ્ટ્રીના પ્રસિદ્ધ બાળ કલાકારનું ડેન્ગ્યુના કારણે નિધન થયું છે. આ કલાકારનું નામ ગોકુલ સાઈ કૃષ્ણ છે. ગોકુલને ડેન્ગ્યુ હતો અને 17 ઓક્ટોબરના તેને અંતિમ શ્વાસ લીધો હતો. ગોકુલને લોકો જુનિયર બાલકૃષ્ણના નામથી ઓળખે છે.

ગોકુલ સુપરસ્ટાર નંદમુરિ બાલકૃષ્ણની ખુબ જ સારી રીતે મિમિક્રી કરતો હતો તેથી તેને જુનિયર બાલકૃષ્ણ નામ આપવામાં આવ્યું હતું.

તેને તેલુગુ પર પ્રસારિત થવાવાળો ફેમસ રિયાલિટી શૉ “ડ્રામા જુનિયર્સ”માં ભાગ લીધા પછી તેની લોકપ્રિયતામાં વધારો થયો હતો. ગોકુલ પોતાની મિમિક્રીથી બધા જ લોકોનું દિલ જીતી લીધું હતું. તે ચિત્તૂર જિલ્લાના મદનપલ્લિ શહેરમાં રહેતો હતો. રિપોર્ટ અનુસાર તેને છેલ્લા બે દિવસથી ખુબ જ તાવ આવતો હતો. તેને પિતા યોગેન્દ્ર અને માતા સુમજલી તેને બેંગ્લુરુના પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જતા હતા પણ ત્યાં પહોંચતા પહેલા જ તેને દમ તોડી દીધો.

બાલકૃષ્ણએ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરતા જણાવ્યું કે, “મારા માટે મારા ચાહકોથી વધારે મુલાયવાન કોઈ નથી, ગોકુલ તેમાંથી એક છે અને તેની અચાનક મૃત્યુએ મારુ દિલ તોડી નાખ્યું છે. તેને મારી ખુબ જ પ્રશંસા કરી હતી અને હું કાયમ તેની ડાયલોગ ડિલિવરી જોઈએ હેરાન થઇ જતો.”

આ ઉપરાંત અનસૂયા ભારદ્વાજે પણ સોશ્યિલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે. અનસૂયા એ શોની હોસ્ટ છે જેમાં ગોકુલે ભાગ લીધો હતો. તેમને ટ્વીટ કરતા લખ્યું કે, “હું તને ખૂબ જ પ્રેમ કરતી હતી અને કરું છું. હું તેના માતા પિતા માટે પ્રાર્થના કરીશ કે જેઓ એક માતા-પિતાના રૂપમાં સારા રોલમોડલ છે અને તેમને પોતાના છોકરાના સપના પુરા કરવાનો ખુબ જ પ્રયત્ન કર્યા હતો. ગોકુલ હું તમને ખુબ જ યાદ કરીશ.”

કમેન્ટમાં ૐ શાંતિ જરૂર લખજો