સાદા ડ્રેસમાં સુરત ક્રાઇમ બ્રાંચે ગેંગ પર કરી ધોકાવાળી અને દબોચી લીધા, વીડિયો વાયરલ

સુરત ક્રાઇમ બ્રાંચનું ઓપરેશન ! ચીખલીગર ગેંગ દેખાતા જ કાર પર દે દનાદન કરી ધોકાવાળી, JCB રસ્તાની વચ્ચોવચ મૂકી ઝડપી લીધા

સુરત સહિત ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો જઇ રહ્યો છે. લગભગ દરરોજ, દુષ્કર્મ, ચોરી, હત્યા સહિત અનેક ગુનાઓ વધી રહ્યા છે. ત્યાં હાલમાં સુરત ક્રાઇમ બ્રાંચે ગુનાખોરી વચ્ચે એક એપરેશન હાથ ધર્યુ હતુ. શહેર ક્રાઇમ બ્રાંચે એકદમ ફિલ્મી ઢબે ચીખલીગર ગેંગના સભ્યોને ઝડપ્યા હતા.સુરત ક્રાઇમ બ્રાંચે ચીખલીગર ગેંગના 3 સભ્યોની બારડોલી નજીકથી ફિલ્મી ઢબે ધરપકડ કરી છે. દસ્તાન ફાટકના રોડ પર બાડાબંધી કરી પોલીસે ગેંગના 3 સભ્યોને દબોચ્યા હતા અને રસ્તા વચ્ચે JCB મૂકી ગેંગની ગાડી પર દે દનાદન ડંડાવાળી શરૂ કરી હતી.

ક્રાઇમ બ્રાંચના આ ઓપરેશનના લાઇવ વીડિયો પણ સામે આવ્યા હતા. જેમાં જોઇ શકાય છે કે, અધિકારી સાદા ડ્રેસમાં છે અને રસ્તા વચ્ચે JCB પણ પડ્યુ છે. ત્યારે આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચની ટીમ અને ચીખલીગર ગેંગ વચ્ચેના ઝપાઝપી પણ થઇ હતી. ચીખલીગર ગેંગનો આતંક છેલ્લાં ઘણા સમયથી હતો ત્યારે ક્રાઇમ બ્રાંચને આ એક મોટી સફળતા મળી છે.

બારડોલીના દસ્તાન ફાટક પાસેથી ચીખલીગર ગેંગના સભ્યો ઇકો લઇને જઇ રહ્યાં હતા ત્યારે જ ક્રાઇમ બ્રાંચ દ્વારા ફિલ્મી ઢબે ગેંગની કારને રોકવામાં આવી હતી. કાર પર ડંડાવાળી કરી ચીખલીગર ગેંગના સભ્યો ફરાર ના થઇ જાય તે માટે કારને રોકવા રસ્તાની વચ્ચે જ JCB પણ મૂકવામાં આવ્યું હતું. પોલિસને જોતા ગેંગના સભ્યોએ કાર રિવર્સ લઇ ભાગવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમે પણ સતર્કતા દાખવી.

સતત કાર પર લાકડીઓ અને ડંડા વરસાવી ચીખલીગર ગેંગના 3 સભ્યોને દબોચી લીધા.હાલમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા આ શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ 20થી વધુ ગુનાઓને આ લોકોએ અંજામ આપ્યા છે. આ પહેલા પણ પોલીસે આ ગેંગના સભ્યોને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.

જણાવી દઇએ કે, ઘણા સભ્યોથી ગેંગના સભ્યોને પોલિસ શોધી રહી હતી અને આ દરમિયાન તેમને બાતમી મળી કે ચીખલીગર ગેંગના સભ્યો બારડોલીના દસ્તાન ફાટક પાસેથી પસાર થવાના છે. ત્યારે ક્રાઇમ બ્રાંચે ગેંગના સભ્યોને પકડવા ઓપરેશન હાથ ધર્યુ હતુ અને વહેલી સવારમાં જ ઓપરેશન પાર પણ પાડવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ક્રાઇમ બ્રાંચની સમગ્ર ટીમ હોવા છતાં શરૂઆતમાં આ ગેંગના સભ્યોએ ક્રાઇમ બ્રાંચની ટીમ સાથે ઝપાઝપી કરી ને ઇકો ગાડીમાં ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ અંતે ક્રાઇમ બ્રાંચે બુલડોઝર દ્વારા એ લોકોની ગાડીને  અટકાવી ધરપકડ કરી લીધી છે. હાલમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા આ શખ્સોને સુરત ક્રાઇમબ્રાંચે લઇ જઇને પૂછપરછ હાથ શરુ કરી દીધી છે. લગભગ 20થી વધુ ગુનાઓને તેઓ અંજામ આપી ચૂક્યાં છે અને અગાઉ પણ પોલીસે આ ગેંગના સભ્યોને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસના અગાઉના પ્રયાસ નિષ્ફળ નિવડ્યા હતાં.

Shah Jina