આજે મોટાભાગના લોકો ઓનલાઇન ઓર્ડર કરીને ખાવા પીવાની વસ્તુઓ મંગાવતા હોય છે, કારણ કે દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આવી ગરમીમાં કોઈ બહાર નીકળવા નથી માંગતું, પરંતુ ઓનલાઇન ઓર્ડર કરવામાં પણ ક્યારેક એવી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને આપણું મન પણ વિચિલિત થઇ જતું હોય છે.
ઘણીવાર ઓનલાઇન જે ખાવાની વસ્તુ મંગાવી હોય તેના બદલે બીજી જ કોઈ વસ્તુ આવી જતી હોય છે તો ઘણીવાર જમવામાં જીવાત પણ નીકળવાની ઘટનાઓ સામે આવે છે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તેને સૌના હોશ ઉડાવી દીધા છે, આ ઘટના બાદ તે વ્યક્તિએ ટ્વીટર ઉપર પણ પોસ્ટ કરી છે, જે હાલ વાયરલ થઇ રહી છે.
ટ્વિટર પર સુમિત સૌરભ નામના એક વ્યક્તિએ લખ્યું કે તેણે દિલ્હીની એક રેસ્ટોરન્ટમાંથી કોફીનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ જ્યારે કોફીની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેમાં ચિકનનો ટુકડો પડેલો હતો. આ જોઈને તેને ગુસ્સો આવ્યો અને તેણે Zomato અને થર્ડ વેવ ઈન્ડિયા નામની રેસ્ટોરન્ટ વિરુદ્ધ ટ્વિટર પર મોરચો ખોલ્યો.
આ ટ્વિટર યુઝરે એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં કોફી કપની બાજુમાં ઢાંકણ મૂકવામાં આવ્યું છે અને તે ઢાંકણમાં ચિકનનો ટુકડો દેખાય છે. યુઝરે કેપ્શનમાં લખ્યું “મેં થર્ડ વેવ ઈન્ડિયા નામની રેસ્ટોરન્ટમાંથી ઝોમેટોથી કોફી મંગાવી હતી, પરંતુ ડિલિવરી મારી મર્યાદા વટાવી ગઈ. કોફીમાં ચિકન ગ્રાઇન્ડ છે. આવી સ્થિતિમાં, ઝોમેટો સાથેનો મારો સંબંધ આજથી સમાપ્ત થાય છે.”
Ordered coffee from @zomato , (@thirdwaveindia ) , this is too much .
I chicken piece in coffee !
Pathetic .
My association with you officially ended today . pic.twitter.com/UAhxPiVxqH
— Sumit (@sumitsaurabh) June 3, 2022
ટ્વિટર યુઝર સુમિતે આ પછી બીજી ટ્વિટ કરી, જેમાં તેણે પોતાની અને Zomato Custome Care વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો. જેમાં જોવામાં આવે છે કે Zomato સુમિતને ફ્રી પ્રો મેમ્બરશિપ ઓફર કરી રહી છે. આ ચેટના સ્ક્રીનશોટની સાથે સુમિતે ટ્વિટર પર લખ્યું- ડિયર ઝોમેટો, તમે ભૂલ કર્યા પછી દરેકને ખરીદી શકતા નથી.
Same thing happened during Navratri , they sent chicken biryani instead of veg biryani . And same excuse , that they can’t do anything , it’s Resturant’s fault .
But now it’s enough . pic.twitter.com/nKZfWwmO3N
— Sumit (@sumitsaurabh) June 3, 2022
યુઝરના કહેવા પ્રમાણે, તેણે પોતાની પત્ની માટે કોફીનો ઓર્ડર આપ્યો હતો, જે શાકાહારી છે. પરંતુ કોફીમાં ચિકનનો ટુકડો નીકળ્યો, જેના કારણે તેની શાકાહારી પત્નીએ ચિકન ટેસ્ટ કરાવવો પડ્યો. સુમિતે અન્ય એક ટ્વીટમાં એમ પણ જણાવ્યું કે ઝોમેટોએ નવરાત્રિ દરમિયાન આવી જ ભૂલ કરી હતી. ત્યારબાદ તેને વેજ બિરયાનીને બદલે નોન વેજ બિરયાની મોકલવામાં આવી. સુમિતના આ ટ્વિટ બાદ રેસ્ટોરન્ટે ટ્વિટર પર કોમેન્ટ કરીને માફી માંગી છે. તે જ સમયે, ટ્વિટર પર ઘણા વપરાશકર્તાઓએ આ પોસ્ટ પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે.