મરઘીના બર્થડે પાર્ટીમાં આવ્યા આજુ બાજુની ગલીના માણસો, પછી જે હંગામો થયો તેને જોઈને ચોકી જશો તમે

તમે ભલે ઘણા પાલતુ પ્રાણીઓના જન્મદિવસ મનાવતા લોકોને જોયા હશે પરંતુ ક્યારેય તમે કોઈ મરઘીનો જન્મદિવસ ઉજવતા જોયું છે? સોશિયલ મીડિયાની દુનિયા ખુબ જ અજીબ છે. અહીંયા ક્યારે શું વાયરલ થઇ જાય કઈ કહી શકાય નહિ. ક્યારેક ક્યારેક કેટલાક એવા વીડિયો પણ જોવા મળતા હોય છે જેને જોઈને વિશ્વાસ કરવું મુશ્કેલ બની જતું હોય છે. એવો જ એક યૂનિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે આખો પરિવાર ભેગો થઈને એક મરઘીનો જન્મ દિવસ ઉજવી રહી છે.

જો એવું કહેવામાં આવે કે આ કોઈ બાળક માટે નહિ પરંતુ કોઈ પક્ષી કે જાનવર માટે કરવાનું છે તો તમે પણ થોડા વિચારમાં પડી જશો. પરંતુ સાચેમાં જ આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જયારે મરઘી માટે જન્મદિવસની પાર્ટી રાખવામાં આવી હતી ત્યારે પરિવારની સાથે ગલીના બીજા સભ્યો પણ શામેલ હતા. એટલું જ નહિ ગલીના સભ્યો તે મરઘી માટે અવનવા ગિફ્ટ્સ લઈને પણ આવ્યા હતા અને ત્યારબાદ ‘હેપ્પી બર્થડે ટૂ યુ’વાળું ગીત પણ ગયું હતું.

ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરીએ તેના મરઘી માટે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. મરઘીના આ બીજા જન્મ દિવસ પર સેલિબ્રેશન કંઈક એવું હતું કે જાણે કોઈ નાના છોકરાનું હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે આખા ઘરને સુંદર રીતે સજાવેલું છે વીડિયોમાં ફુગ્ગા લગાવેલા પણ જોઈ શકાય છે. એટલું જ નહિ મરઘીના નામ પર એક મોટી કેક પણ રાખવામાં આવી છે. સેલિબ્રેશન ફાયર સળગાવ્યા પછી મરઘીના પગમાં ચપ્પુ પકડાવીને કેક પણ કપાવે છે અને આજુ બાજુમાં ઉભેલા લોકો ‘હેપ્પી બર્થડે ટૂ યુ’ગીત ગાતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Tube indian 💀 (@tube.indian)

વીડિયો જોયા બાદ તમને એવું નહિ લાગે કે આ કોઈ મરઘીની બર્થડે પાર્ટી છે પરંતુ એવું લાગશે કે કોઈ નાના છોકરાનો જન્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો હોય. આજુ બાજુના લોકો પણ આ જોવા માટે પહોંચ્યા હતા કે મરઘીનો જન્મ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. ટયુબ ઇન્ડિયા નામના ઇન્સ્ટાગ્રામ યુઝર દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયો જોયા બાદ લોકો સરપ્રાઇઝ થઇ ગયા હતા. વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે ‘મુર્ગા પાર્ટી’ કે ‘બર્થ ડે’ પાર્ટી શું બોલીશું આને?

Patel Meet