હેલ્થ

મહિલાઓએ સવારે બ્રેકફાસ્ટના 30 મિનિટ પહેલા અચૂક કરવું જોઈએ આ એનર્જી ડ્રીંકનું સેવન, થશે અઢળક ફાયદા

મહિલાઓની અમુક ઉંમર થયા બાદ તેના શરીરમાં પોષક તત્વની ખામી વર્તાઈ જાય છે. મહિલાઓ તેના ખાવા-પીવામાં બિલકુલ ધ્યાન નથી આપતી જેના કારણે તેને ઘણી વાર અશક્તિનો ભોગ બની જાય છે. મહિલાઓ ખાવાપીવાની બાબતમાં બહુજ લાપરવાહ હોય છે. મહિલાઓ સમય પર ભોજન પણ નથી કરતી જેના કારણે શરીરમાં અમુક વિટામિનની ઊણપ વર્તાઈ છે. મહિલાઓ હંમેશા તેની ક્ષમતાથી વધુ કામ કરે છે. શરીરમાં જે સૌથી જરુરી હોય છે તે પોષક તત્વનું સેવન સૌથી ઓછું કરે છે. આ કારણે તે જલ્દી થાકી જાય છે.

Image Source

મહિલાઓને ઘણી વાર આ કારણે પણ બીમારીનો ભોગ બને છે. તો બીજી તરફ મહિલા ઊર્જાહીન મહેસુસ કરે છે. આજે અમે તમને એક એવા પ્રકારના એનર્જી ડ્રિન્ક વિષે જણાવીશું જે મહિલાઓ માટે ફાયદેમંદ અને પોષ્ટીક છે. જે એનર્જી ડ્રિન્કમાં પોષક તત્વ છે જે શરીરમાં જરૂરી છે.

તકમરીયાની પાણી એક એવું એનર્જી ડ્રિન્ક છે જેમાં બધા પોષક તત્વ છે જે શરીરમાં બધા જ પ્રકારની કમીઓને દૂર કરે છે. આ એનર્જી ડ્રિન્કથી હાડકાથી લઈને માંસપેસી અને દિલથી લઈને મગજ સુધી મજબૂત કરે છે.

Image Source

આવો જાણીએ એ એનર્જી ડ્રિન્ક વિષે. કેવી રીતે બનાવી શકાય તકમરિયાનું એનર્જી ડ્રિન્ક.

  • પાણી :1 ગ્લાસ
  • તકમરીયાના બીજ: 1 ચમચી
  • લીંબુનો રસ: 2 ચમચી
  • મધ: 2 ચમચી

સૌથી પહેલા ચોખા પાણીમાં 1 ચમચી તકમરીયાના બીજ, 2 ચમચી લીંબુનો રસ, અને 2 ચમચી મધ નાખીને સારી રીતે મિક્સ કરી લો. આ એનર્જી ડ્રિન્કને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટના 30 મિનિટ પહેલા તેનું સેવન કરો.

તકમરીયામાં 9 પ્રકારના અમીનો એસિડ હોય છે. તકમરીયા સુપર ફૂડ છે. 100 ગ્રામ તકમરીયામાં 485કેલેરી હોય છે. ફેટ 31 ગ્રામ, કાર્બ્સ 42 ગ્રામ હોય છે. તકમરિયામાં હાજર રહેલા 9 એમિનો એસિડ જે આપણા શરીરને ઉર્જા પ્રદાન કરે છે. જો તમે દરરોજ તકમરીયાના ડ્રિન્ક સેવન કરશો તો તમારા શરીરમાં એનર્જી બની રહેશે.

Image Source

તકમરિયામાં ઓમેગા-3 અને 6 ફેટી એસિડ હોય છે. તકમરિયામાં ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સીડેંટ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. ઓમેગા-3ની કમી હોય તો શરીરમાં ક્યાંય સોજો આવી જાય છે. તે સમયે તકમરીયા એનર્જી ડ્રીંકને સેવન કરવું જોઈએ. આ સાથે મગજને પણ એક્ટિવ કરે છે. તકમરીયાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ રહે છે આ સાથે હાડકા પણ મજબૂત થાય છે.

તકમરિયામાં કેલ્શિયમ ખૂબ વધારે છે. તકમરિયામાં હાજર રહેલા ઓમેગા -3 અને ઓમેગા -6 ફેટી એસિડ્સ શરીરમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને બળતરા ઘટાડવા માટે ફાયદાકારક છે. તકમરીયાના સેવનથી એન્ટી-એજિંગ અને ફ્રી રેડિકલ્સ સામે પણ રક્ષણ આપે છે, તેમાં તકમરિયામાં એન્ટીઓક્સીડેન્ટ શામેલ છે.

Image Source

જે રીતે તકમરીયા ફાયદાકારક છે તો બીજી તરફ નુકસાનકારક છે. તકમરિયાનું એક ચમચીથી વધુ સેવન કરવાથી નુકસાન થાય છે. તકમરિયાનું 1 ચમચીથી વધુ સેવન કરવાથી પેટમાં ગેસ, ઝાડા જેવી તકલીફ થઇ શકે છે. તકમરિયાંનું ભૂલથી પણ પલાળ્યા વગર સેવન ના કરવું જોઈએ. તકમરીયા હંમેશા ફુલાઈ ગયા બાદ જ સેવન કરવું જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.