ખબર

છોટાઉદેપુર : ખુલ્લેઆમ આ મહિલા ચલાવતી હતી કુટણખાનું, પોલિસે રેડ પડી તો જે હાથ લાગ્યું એ સાંભળીને દંગ રહી જશો

છોટા ઉદેપુરમાં યુવકો ખુલ્લામાં જ યુવતીઓ જોડે રંગરેલિયો માણી રહ્યા હતા ને અચાનક ત્રાટકી પોલીસ ને પછી તો જે થયું ….

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી સ્પાના નામે દેહ વેપારનો ધંધો ચલાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થતો હોય છે. જેમાં સુરત, વડોદરા જેવા શહેરમાંથી આવા કિસ્સા સામે આવતા હોય છે. પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે છોટાઉદેપુર બોડેલીના જબુગામનો છે. જેમાં એક મહિલા ખુલ્લેઆમ કુટણખાનું ચલાવતી હોવાની ઘટના સામે આવી છે. જબુગામમાંથી પોલિસે કુટણખાનુ ઝડપી પાડ્યુ છે. જબુગામ ખાતે ખુલ્લી જગ્યામાં જ કૂટણખાનું ચાલતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે ગઈકાલે રાત્રે પોલીસે દરોડો પાડતાં મહિલા સંચાલક અને 4 યુવતીઓ આ ઉપરાંત 6 ગ્રાહકો રંગેહાથે ઝડપાઇ ગયા હતા.

ઘટનાની વિગત તપાસીએ તો, છોટા ઉદેપુરના બોડેલીના જબુગામ ખાતે ખુલ્લી જગ્યામાં કુટણખાનુ ચાલતું હતું. પોલિસે બાતમીને આધારે અહીં રેડ પાડી હતી અને મહિલા દલાલ સાથે 4 યુવતીઓ અને 6 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. બોડેલીના જબુગામની વિધવા કૈલાસબેન ઉર્ફે સંગીતા ઉર્ફે ટીના જબુગામથી ગેડીયા તરફના રોડ ઉપરની તલાવડી પાસે જાહેર ખુલ્લી જગ્યામાં દેહ વેપાર માટે વડોદરાથી સ્ત્રીઓને બોલાવી તેમને ગ્રાહકો મેળવી આપતી હતી. તથા જગ્યાની વ્યવસ્થા કરી પોતાની દેખરેખ નીચે રાખી વેશ્યાગીરીનો ધંધો કરવા લઈ જતી હતી.

પ્રતિકાત્મક તસવીર

સ્થાનિક ગ્રાહકોને બોલાવી વેશ્યાગીરીના ધંધાની કમાણી પર કૈલાસબેન જીવનનિર્વાહ ચલાવતી હતી. કોઈપણ જાતની સાવધાનીના સાધનો પણ તે પૂરા પાડતી ન હતી. ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલિસે બાતમીને આધારે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી કૈલાસબેન સહિત 11 જણાને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલિસે મોબાઇલ ફોન નંગ 5 જેની કિંમત રૂ 19000 છે તે અને રોકડા રૂ 1155 સાથે કૈલાસબેનને પકડી લીધી હતી. આ સાથે 4 યુવતીઓ અને 6 ગ્રાહકો મળી કુલ 11 જણાને ઝડપી લેવાયા હતા.