ભયાનક કેન્સરની સર્જરી પછી ટીવીની ફેમસ અભિનેત્રીએ રેડિયોથેરેપી પહેલા દર્દ છલકાયું, સાંભળીને ફેન્સની પણ આંખો નમ થઇ ગઈ

અભિનેત્રી છવિ મિત્રની કેટલાક સપ્તાહ પહેલા જ બ્રેસ્ટ કેન્સર સર્જરી થઇ છે અને હવે તે તેના આગળના પડાવ પર પહોંચી ચૂકી છે. છવિ મિત્તલની રેડિયોથેરેપી શરૂ થઇ ચૂકી છે જે લગભગ 20 દિવસ ચાલશે. પરંતુ રેડિયોથેરેપી અને તેના સાઇડ ઇફેક્ટ્સને લઇને તે ઘણી નર્વસ થઇ રહી છે. છવિ મિત્તલે છેલ્લા મહીને બ્રેસ્ટ કેન્સર સર્જરીનો ખુલાસો કર્યો હતો અને ત્યારથી તે તેની કેન્સર સ્ટ્રગલની જર્ની લોકો સાથે શેર કરી રહી છે. તે કેન્સર સર્વાઇવર્સ માટે ઇન્સ્પિરેશન બની ચૂકી છે. છવિ મિત્તલે સર્જરીના કેટલાક દિવસ બાદ જ નોર્મલ રૂટીનમાં વાપસી કરી લીધી હતી.

તેણે ધીરે ધીરે વર્કઆઉટ પણ શરૂ કરી દીધુ હતુ.હવે છવી મિત્તલની રેડિયોથેરેપી શરૂ થઈ ગઈ છે જેને લઈને તે ખૂબ જ નર્વસ છે. છવી મિત્તલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રેડિયોથેરેપી પહેલાનો એક વીડિયો શેર કર્યો છે અને તેની સાથે એક લાંબી પોસ્ટ પણ લખી છે. છવી મિત્તલે જણાવ્યું કે આ સમયે તેના દિલ અને દિમાગમાં શું ચાલી રહ્યું છે. છવી મિત્તલે લખ્યું,  ‘જેમ જ હું નોર્મલ ફીલ કરવાનું શરૂ કરુ છુ કે એક નવી જર્ની શરૂ થઇ જાય છે.

હું આજે રેડિયોથેરાપી શરૂ કરી રહી છું અને મને કહેવામાં આવ્યું છે કે કેટલીક આડ અસરો થઇ શકે છે જેનાથી હું આરામદાયક નથી. મને અગાઉ ઘણી વખત પૂછવામાં આવ્યું છે કે શું કીમોથેરાપી કે રેડિયોથેરેપી દર્દીઓ પોતાની જાતે પસંદ કરે છે. તો જણાવી દઉ કે તમને કઈ સારવાર આપવી તે ડૉક્ટર નક્કી કરે છે, કારણ કે તે તમારા નિષ્ણાત છે. ડૉક્ટર્સ તમારું જીવન બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આડઅસરો પર નહીં.

છવી મિત્તલે કહ્યું કે તે આડઅસર નથી ઈચ્છતી કારણ કે તે જીવનનો આનંદ માણવા માંગે છે.તેણે આગળ લખ્યું, ‘પરંતુ સાઇડ ઇફેક્ટ્સને મારો પીછો છોડવો પડશે. કારણ કે મારા માટે જીવવું એ માત્ર શ્વાસ લેવાનું નથી… મારા માટે જીવવાનો અર્થ આનંદથી શ્વાસ લેવાનો છે. ભગવાનનો આભાર કે આ સફરમાં ડૉક્ટર દરેક ક્ષણે મારો હાથ પકડી રહ્યા છે. હું આ યાત્રાને જીતવા માટે તૈયાર છું. મારી પાસે રેડિયેશનની 20 સાઇકલ હશે.

 

View this post on Instagram

 

A post shared by Chhavi Mittal (@chhavihussein)

તે 4 અઠવાડિયા સુધી ચાલશે, જેમાં મારે દર અઠવાડિયે 5 દિવસ રેડિયોથેરાપી કરાવવી પડશે. છવી મિત્તલની આ પોસ્ટ જોઈને ફેન્સ અને સેલિબ્રિટી પણ અભિનેત્રીને હિંમત આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલના છેલ્લા સપ્તાહમાં છવી મિત્તલની સર્જરી થઈ હતી, ત્યારબાદ તે ઘરે પરત ફરી હતી.

Shah Jina