ડ્યુટી ઉપર જતા પહેલા પત્નીને કહ્યું હતું, “જલ્દી ઘરે આવીશ !” ઘરે આવવાનું હતું નાનું મહેમાન, જુઓ નક્સલી હુમલામાં શહીદ થયેલા એક વીરની કહાની

છત્તીસગઢના વિજાપુરના જંગલમાં શનિવારે થયેલી નક્સલિયો સાથેની મુઠભેડમાં 22 જવાનોના શહીદ થવાની ખબરે આખા દેશને ચકચોરીને રાખી દીધું છે. જવાનોના પરિવારમાં પણ તેમના શહાદતની ખબર સાંભળીને કોહરામ મચી ગયો છે.

આ જવાનોમાં શહીદ થવાવાળા ચંદૌલીના લાલ ધર્મદેવ કુમાર અને અયોધ્યા રામ મંદિરથી 2 કિલોમીટર દૂર આવેલા રાનોપાલી ગામ નિવાસી રાજ કુમાર યાદવ પણ છે. ધ્રમેળવ હજુ 10 દિવસ પહેલા જ ડ્યુટી ઉપર પરત ફર્યા હતા. એવામાં જતા જતા પોતાની ગર્ભવતી પત્નીને કહ્યું હતું કે તે જલ્દી જ પાછા આવશે. તો કંઈક એવી જ કહાની રાજ કુમ્મર યાદવના ઘરની પણ છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બંને શહીદ થયેલા જવાનોના પરિવારજનોને 50-50 લાખ રૂપિયા આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પરિવારના એક એક સદસ્યને નોકરી આપવાની અને જિલ્લાના એક રસ્તાનું નામકરણ શહીદ જવાનના નામ ઉપર કરવાની જાહેરાત પણ કરી છે.

ચંદૌલીના લાલ ધર્મદેવ કુમાર સિંહાડ થઇ ગયા. રવિવારે મોડી સાંજે ધર્મદેવના ઘરવાળાને શહાદતની સૂચના મળી તો ગામ શાહબગંજમાં માતમ છવાઈ ગયો. ધર્મદેવ સીઆરપીએફના સ્પેશિયલ ગ્રુપ કોબરા બટાલિયનમાં કમાન્ડોના પદ ઉપર તૈનાત હતા.વર્ષ 2013માં સીઆરપીએફમાં તેમની પસંદગી થઇ હતી.

શહીદની પત્ની મીનાના રડી રડી અને હાલત ખરાબ છે. છત્તીસગઢ બિજાપુરમાં થયેલા નક્સલી જ્યોતિ અને સાક્ષી ઉપરાંત મીનાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના માથા ઉપરથી પિતાનો પડછાયો પણ છીનવાઈ ગયો.

ધર્મદેવના પિતા રામાશ્રય ગુપ્તાએ જણાવ્યું કે બાળપણથી જ ધર્મદેવ દેશની સેવા કરવા માટે ફોર્સમાં જવાની વાત કરતો હતો. માર્ચ મહિનામાં તે રજા લઈને ગામમાં આવ્યો હતો. હોળીના 10 દિવસ પહેલા ધર્મદેવ રજાઓ પૂર્ણ કરીને ડ્યુટી ઉપર પરત ગયો હતો. ડ્યુટી ઉપર જતા સમયે તેને જલ્દી જ પાછા આવવાનો વાયદો પણ કર્યો હતો. પરંતુ તેના શાહદતની ખબર આવી.

ધર્મદેવનો નેનો ભાઈ ધનંજય પણ સીઆરપીએફમાં જવાન છે, ધર્મદેવ સાથે સાથે તેમનું પણ સિલેક્શન સીઆરપીએફમાં થયું હતું. વર્તમાનમાં ધનંજય પણ છત્તીસગઢમાં ફરજ બજાવે છે.

તો શહીદ થવા વાળા જવાનોમાં અયોધ્યા રામ જન્મભૂમિથી લગભગ બે કિલોમીટર દૂર આવેલા રાનાપોલિ ગામનો રાજકુમાર યાદવ પણ છે. જેમની શહાદતની ખબર સાંભળીને તેમની પત્ની બેભાન થઇ ગઈ હતી. શહીદ રાજકુમાર યાદવના ભાઈએ જણાવ્યું કે જિલ્લા અધિકારીએ આખી રાત ડોક્ટરોને અહીંયા રહેવા માટે કહ્યું હતું. પરંતુ તે આવી અને કહીને ચાલ્યા ગયા કે કોઈ તકલીફ હોય તો બોલાવી લેજો.

શહીદના પરિવાર વાળાને કોઈને મળવાની અનુમતિ નથી આપવામાં આવી રહી. શહીદના ઘરની બાજુમાં રહેવા વાળા એક કાકીએ જણાવ્યું હતું કે તેમને લોકોની ભીડ જોઈને લાગ્યું કે તેમનું મોત કોરોનાના કારણે થયું છે.

Niraj Patel