કોરોનાનો પ્રકોપ : દંપતિ સહિત તેમના દીકરા આવ્યા કોરોના પોઝિટીવ, બાદમાં ચારેયનું થયુ મોત, જાણો વિગત

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં 10 દિવસની અંદર એક પરિવામાં દંપતિ અને તેમના બે દિકરાનું મોત થઈ ગયું છે. જ્યારે પરિવારમાં હજી પુત્રવધુ અને તેમના બે બાળકો કોરોના સંક્રમિત છે. ભિલાઈ સેક્ટર-4માં રહેતા 78 વર્ષના હરેન્દ્ર સિંહ રાવત પહેલાં કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોનાના કારણે તેમનું 16 માર્ચના રોજ મોત થયું હતું.


ત્યાર બાદ તેમના દિકરા મનોજ સિંહ રાવત કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેમને રાયપુરની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન 21 માર્ચના રોજ તેમનું મોત થયું હતું. ત્યારપછી હરેન્દ્ર સિંહના 70 વર્ષના પત્ની કૌશલ્યા રાવતનું સંક્રમણના કારણે 25 માર્ચના રોજ અને ત્યારપછી 44 વર્ષના દીકરા મનીષનું તે જ દિવસે સાંજે મોત થયું હતું.

તેમના પરિવારના સંબંધીએ જણાવ્યું હતુ કે, મનોજ સિંહ રાવતે 4 માર્ચના રોજ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. રાવત પરિવારના સભ્યોના અચાનક મોતના કારણે તેમને ખૂબ આઘાત લાગ્યો છે. તેમણે રાજ્ય સરકારને આર્થિક સહાય મદદ કરવા કહ્યું છે. હાલ તેમની વહુ અને પૌત્ર પણ કોરોના સંક્રમિત છે.

સૌ.આ. : દિવ્ય ભાસ્કર

Shah Jina