ફિલ્મી દુનિયા

રિલીઝના એક દિવસ પહેલા વિવાદમાં સપડાઈ દીપિકાની ‘છપાક’, કોર્ટમાં પહોંચી લક્ષ્મી અગ્રવાલની વકીલ

લાગે છે ફિલ્મ છપાકને લઈને એક પછી એક વિવાદ થાય છે. દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘છપાક’ 10 જાન્યુઆરીએ રીલિઝ પહેલા જ વિવાદમાં ઘેરાયેલી નજરે ચડે છે. ફિલ્મ રીલિઝ ના કરવાને લઈને માંગ ઉઠી છે.

 

View this post on Instagram

 

A post shared by NoteWorthy (@noteworthy.media) on

વકીલ અપર્ણા ભટ્ટે દિલ્લીની પટિયાલા કોર્ટમાં ફિલ્મ રિલીઝ ના થાય તે માટે પિટિશન ફાઈલ કરી છે. આ પિટિશનમાં અપર્ણાએ કહ્યું હતું કે,એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો કેસ વરસો સુધી તેને લડ્યો હતો. આ ફિલ્મમાં તેને ક્રેડિટ આપવામાં આવી નથી. આ મામલે આજે દિલ્લીની પટિયાલા કોર્ટમાં સુનાવણી થશે.

આ પહેલા છપાકને લઈને બોમ્બે હાઇકોર્ટમાં એક પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. આ પિટિશનમાં લેખક રાકેશ ભારતીએ ક્રેડિટની માંગ કરી હતી. તેને ફિલ્મ મેકર્સ પર સ્ક્રિપ્ટ કોપીરાઈટને લઈને પિટિશન ફાઈલ કરી હતી. રાકેશે કહ્યું હતું કે, આ મામલે તેને ‘બ્લેક ડે’ના નામથી એક સ્ક્રિપ્ટ લગભગ લખાઈ ગઈ છે. જેનું રજીસ્ટ્રેશન ફેબ્રુઆરી 2015માં ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર એસોશિએશનમાં કરવામાં આવ્યું છે. આ બાબતે બોમ્બે હાઇકોર્ટેમાં ફિલ્મ મેકર્સ એક સોગંદનામું પણ રજૂ કર્યું છે. આ સોગંદનામામાં લખ્યું છે કે, આ જાણકારી પબ્લિક માટે છે, જે કોપીરાઇટમાં નથી આવતી. આ કોઈ પણ સત્ય ઘટના અથવા ઇવેન્ટ પર કોપી રાઈટનો દાવો કરવામાં નથી આવતો.

આ સિવાય દીપિકા પાદુકોણ મંગળવારે જેએનયુના વિધાર્થીઓના પ્રદર્શનમાં શામેલ થઇ હતી. આ બાદ સોશિયલ મીડ્યમ તેની ફિલ્મને લઈને બહિષ્કારને લઈને એક કેમપેઇન ચાલી રહ્યું છે. આ મામલે સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ તેની નિવેદન આપી ચુક્યા છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, કોઈ પણ કલાકાર ક્યાંય પણ આવી જાય શકે છે અને તેનો વિચાર રાખી શકે છે.

જણાવી દઈએ કે, મેઘના ગુલઝાર નિર્દેશિત ‘છપાક’ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની કહાની દેખાડવવામાં આવી છે. દીપિકા લક્ષ્મીનો રોલ નિભાવી રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.