મનોરંજન

11માં દિવસે છપાકને પછાડી તાનાજીએ ધૂળ ચટાવી દીધી? જાણો કઈ ફિલ્મ બ્લોકબસ્ટર બની

અજય દેવગણની ફિલ્મ ‘ તાનાજી: ધ અનસંગ વોરીયર’ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ એક સાથે જ સિનેમા ઘરમાં રિલીઝ થઇ હતી. બંને ફિલ્મ સાથે રીલિઝ થતા લાગી રહ્યું હતું કે, ફિલ્મો વચ્ચે ટક્કર થશે પરંતુ એવું કંઈ જ થયું નહીં. પહેલા અઠવાડીયામાં જ તાનાજી: ધ અનસંગ વોરિયર’ એ રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. આટલું જ નહીં ‘તાનાજી’ વર્ષની પહેલી બ્લોક બસ્ટર ફિલ્મ બની ગઈ હતી. આવો જાણીએ તાનાજી અને છપાકે કેટલું કલેક્શન કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Fanpage for Deepika (@deepikadrawing) on

‘છપાક’ ફિલ્મે રિલીઝ થયાના બીજા શુક્રવારે 95 લાખ, શનિવારે 1.40 કરોડ અને રવિવારે 1.75 કરોડની કમાણી કરી હતી. હજુ સુધી સોમવારના આંકડા આવ્યા નથી પરંતુ લાગી રહ્યું છે કે, એક કરોડ આસપાસ રહેવાની શક્યતા છે. આ ફિલ્મે રીલિઝ થયાના 11 દિવસમાં લગભગ 33 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસી લીડ રોલમાં છે. મેઘના ગુલઝારએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ફિલ્મને ફોક્સ સ્ટુડિયો, દીપિકા અને મેઘનાએ મળીને પ્રોડ્યુસ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by @pankajkumarparmarpankajkumar on

આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની જિંદગીથી પ્રેરિત છે. છપાક ફિલ્મ હજુ સુધી તેનું બજેટ કાઢવામાં ઘણી દૂર છે. ફિલ્મની કિંત 35 કરોડ રૂપિયા છે જયારે તેના પ્રચાર અને પ્રિન્ટ્સ માટે 10 કરોડ રૂપિયા ખર્ચાઈ છે. આ રીતે ફિલ્મનું કુલ બજેટ 45 કરોડ રૂપિયા છે. ‘છપાક’ ભારતમાં 1700 સ્ક્રીન પર અને વિદેશમાં 460 સ્ક્રીન પર રિલીઝ થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Queen Kajol Turkey @kajol (@queenkajol.turkey) on

અજય દેવગણની ‘તાનાજી’ એ બીજા અઠવાડિયામાં રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું છે. ફિલ્મે શુક્રવારે 10.06 કરોડ, શનિવારે 16.36 કરોડ અને રવિવારે 22.12 કરોડ અને સોમવારે 8 કરોડનું કલેક્શન કરવામાં કામયાબ રહી છે.ફિલ્મે અત્યાર સુધીમાં 175.45 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by deepika.padukone (@deep.ika285) on

બીજા અઠવાડીયામાં ‘તાનાજી’ એ 200 કરોડ ક્લબમાં શામેલ થઇ ચુકી છે. અજય દેવગણ,સૈફ અલી ખાન અને કાજોલ લીડ રોલમાં છે. આ ફિલ્મનું બજેટ 125 કરોડ રૂપિયા છે. ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે જયારે અજય દેવગણ અને ભૂષણ કુમારે મળીને પ્રોડ્યુસ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Yogesh Kshirsagar (BCA) (@yogesh_kshirsagar_1994) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.