વડોદરામાં 2 બાળકો અને 4મહિલા સહિત આટલા બધાના મોત, કન્ટેનરે છકડામાં ઠોકી દીધી….જુઓ તસવીરો

છકડાના ઉડ્યા ફુરચેફુરચા, એક સાથે આટલા બધાના મૃત્યુ થતા જ હૈયાફાટ રૂદનની ચીસોથી માહોલ ગમગીન થઇ ગયો, જુઓ તસવીરો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. જેમાં ઘણીવાર વાહનની તેજ ગતિ તો ઘણીવાર રોન્ગ સાઇડ વાહન તો ઘણીવાર વાહનમાં તકનીકી ખરાબી કારણ હોય છે. ત્યારે હાલમાં વડોદરામાંથી અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. દરજીપુરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કન્ટેનર છકડાને કચડી એરફોર્સની દીવાલમાં ઘુસી ગયુ હતુ. આ અકસ્માતમાં બે બાળકો સહિત સાત લોકો મોતને ભેટ્યા છે.

જયારે કેટલાક ઘાયલ થયા છે અને તેમાંના ઘણાની હાલત ગંભીર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છકડામાં સવાર કેટલાક લોકો પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. હાલ તો આ લોકો કોણ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. ગોલ્ડન ચોકડીથી છકડામાં બેસીને કેટલાક લોકો પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા

ત્યારે જ એક મોટું કન્ટેનર રોંગ સાઇડ પરથી આવી રહ્યુ હતુ. આ દરમિયાન તેણે છકડાને અડફેટે લીધું અને અકસ્માત સર્જાયો. છકડામાં સવાર આ લોકો ક્યાંના છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ આ અંગે કોઇ માહિતી મળી નથી. દરજીપુરા એરફોર્સની દિવાલમાં કન્ટેનર ઘૂસી ગયું હતું. બીજી બાજુ જોઇએ તો, આજ રોજ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર બોદજ ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જેમાં બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને કારણે 4 કિમી સુધીનો લાંબો ટ્રાફિકજામ પણ થવા પામ્યો હતો. જો કે પોલિસને જાણ થતાની સાથે જ આવી ટ્રાફિકને હળવો કરાયો હતો.

Shah Jina