મહિલાએ ગેસ ઉપર ગરમ કર્યું દૂધ, ઠંડુ થતા જ જોયું તો હોશ ઉડી ગયા, ક્યાંક તમારા ઘરમાં તો આવું દૂધ નથી આવતુંને ? જુઓ ભેળસેળીયા દૂધનો વીડિયો

આજના સમયમાં લોકો પૈસા કમાવવા માટે ગમે તે કામ કરતા હોય છે, તો ઘણી કંપનીઓ પણ નફો કમાવવા માટે તેમના ગ્રાહકોને છેતરવામાં શરમાતી નથી. તહેવારોના અવસરે ભેળસેળયુક્ત દૂધના સમાચારો સામે આવે છે. જેના કારણે નબળી ગુણવત્તા વાળું દૂધ પીવાથી અને તેમાંથી બનેલી મીઠાઈઓ ખાવાથી વ્યક્તિની તબિયત બગડતી જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભેળસેળના કારણે દૂધ રબરની જેમ જામી ગયેલું જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને દેખાઈ રહ્યું છે કે દૂધમાં ભેળસેળના કારણે જ્યારે તેને ગરમ કરવામાં આવે છે ત્યારે તે રબરની જેમ ખરાબ રીતે ચ્યુઈંગ ગમ જેવું થઈ ગયું છે. જેને જોઈને અડધાથી વધુ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયો બનાવતી વખતે મહિલા ફરિયાદ કરતી જોવા મળે છે કે આ દૂધ ભેળસેળયુક્ત છે, જે ઉકળવા પર તે તૂટી જાય છે અને રબરની જેમ મજબૂત થઈ જાય છે. તેમનું કહેવું છે કે આ પ્રકારનું દૂધ પીવાથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. તે મહિલાએ ભેળસેળવાળું દૂધ ઝેર હોવાનું જણાવ્યું હતું.

હાલમાં આ મામલો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલનો હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારમાં રહેતી એક મહિલા તેના વિસ્તારની ડેરીમાંથી દૂધ લે છે. તે ઘણા સમયથી દૂધ લેતી હતી, હાલમાં જ્યારે મહિલાએ દૂધ ફાટી જતાં તેને ચેક કર્યું તો તેને ખબર પડી કે તે દૂધ ભેળસેળવાળું છે. મહિલાને ફાટેલું દૂધ બતાવતી જોઈ શકાય છે, જ્યારે રબર જેવું બનેલું દૂધ ચ્યુઈંગ ગમની જેમ ખેંચાયેલું જોવા મળે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને સોશિયલ મીડિયા પર ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટાભાગના વપરાશકર્તાઓ વીડિયો  જોયા પછી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. યુઝર્સે સવાલ ઉઠાવ્યા છે કે આ રીતે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

Niraj Patel