ખબર ખેલ જગત

BIG NEWS: ગુજરાતી બોલર ચેતન સાકરીયાના પિતાનું થયું નિધન, બીમારી વિશે જાણીને ચોંકશો

રાજસ્થાન રોયલ્સના RR ઝડપી બોલર ચેતન સાકરીયા ચેન્નાઇ સુપર કિંગ્સ CSK વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કરી ખૂબ ચર્ચામાં છે. સોમવારે રમાયેલ મેચમાં ચેતન સાકરીયાએ 4 ઓવરમાં 36 રન આપી 3 વિકેટ લીધી હતી.

ચેતન સાકરીયાની વાત કરીએ તો,ચેતન સાકરીયા આર્થિક રીતે બહુ નબળા બેકગ્રાઉન્ડમાંથી આગળ આવ્યો છે. પાંચ વર્ષ પહેલાં તેના ઘરમાં ટીવી પણ નહોતું અને તેણે રમવાનું શરૂ કર્યું ત્યારે તેની પાસે પહેરવા માટે બૂટ પણ નહોતાં. તે પોતાના મામાના ઘરે કામ કરતો હતો અને બાકીના સમયમાં ક્રિકેટ રમતો હતો. તેના પિતા ટેમ્પોચાલક હતા, પણ ત્રણ એક્સિડન્ટ પછી અત્યારે બેડ પર જ છે.

તમને જણાવી દઇએ કે, ચેતન પરિવાર ચલાવવા માટે નાની-મોટી નોકરી કરતો હતો. પરંતુ ક્રિકેટને કારણે તે મોટી નોકરી કરી શકતો ન હતો. ચેતન સાકરીયા 20 લાખના બેસ પ્રાઇઝ સાથે IPL ઓક્શનમાં આવ્યો, પરંતુ તેને તેની ટીમમાં સામેલ કરવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સમાં હોડ લાગી. આખરે રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડ રૂપિયા આપી તેને ટીમમાં સામેલ કરી લીધો.

આપણા દેશમાં હાલમાં કોરોનાથી સ્થિતિ અત્યાંત બેકાબૂ બની ગઈ છે. છેલ્લા 4 દિવસથી દરરોજ ચાર લાખથી વધુ રોજના નવા વાયરસના કેસ આવી રહ્યા છે અને આશરે રોજના ચાર હજાર લોકો પણ મરી રહ્યા છે. માત્ર બે દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટર વેદ કૃષ્ણમૂર્તિની બહેનનું કોરોના વાયરસને કારણે અવસાન થયું હતું.

IPL રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર ચેતન સાકરીયાના પપ્પાનું નિધન કોવિડ-19ના કારણે થયું. આ ક્રિકેટરના પપ્પા છેલ્લા ઘણા સમયથી કોવિડની સામે લડાઈ લડી રહ્યા હતા. આઈપીએલ 2021 રદ થયા પછી ચેતન ગુજરાતના ભાવનગર પહોંચ્યા ત્યારે તેમના પિતાની સારવાર ચાલી રહી હતી.

આ ક્રિકેટરે આઈપીએલની આ સીઝનમાં મળેલા રૂપિયા પિતાની સારવારમાં લગાડી દીધા હતા, તેમને ગત અઠવાડીયે જાણકારી મળી હતી કે તેમના પિતા કોવિડ વાયરસની સામે જંગ લડી રહ્યા છે.

આઈપીએલની ઘણી મેચોમાં ક્રિકેટર ચેતન સાંકરિયાએ પોતાના દામદાર પ્લેઈંગથી સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. તમને જણાવી દઈએ ચેતાને આ વર્ષની આઈપીએલથી તેના કરિયરની શરૂઆત કરી હતી છે, ત્યાં તેના પિતા કોવિડ વિરુદ્ધ જંગ લડી રહ્યા હતા.

સાકરિયાના ઘરે 6 મહિનાની અંદર આ બીજા સભ્યનું મૃત્યુ થયું છે. આ પહેલા તેના ભાઇએ જાન્યુઆરીમાં આત્મહત્યા કરી હતી. સકરીયાએ કહ્યું હતું કે તે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો એટલે તે ઘરે નહોતો. તેને એ પણ ખબર નહોતી કે ઘરે પરત ફરતા પહેલા તેના ભાઈનું નિધન થયું છે.