ગુજરાતનો ચેતન સાકરીયા તેની IPLની બીજી સીઝનમાં પણ કરોડોમાં વેચાયો, ખુબ જ સંઘર્ષ ભરેલું રહ્યું 2021નું વર્ષ, પિતા અને ભાઈને પણ ગુમાવ્યા

છેલ્લા બે દિવસથી આખા દેશની નજર IPLના ઓક્શન પર હતી, જેમાં ઘણા ખેલાડીઓ કરોડો રૂપિયામાં ખરીદાયા તો ઘણા ખ્યાતનામ ખેલાડીઓ પણ અનસોલ્ડ રહ્યા. પરંતુ આઈપીએલ યુવા ખેલાડીઓ માટે એક પ્લેટફોર્મ આપનારું બન્યું છે. ગયા વર્ષે ગુજરાતના એક ફ્રેશર ખેલાડી ચેતન સાકરીયાને રાજસ્થાન રોયલ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે પણ તેને કરોડોની કિંમત ચૂકવી અને દિલ્હીની ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો.

ગત વર્ષે ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલની ટીમ દ્વારા 1.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, ત્યારે આ વર્ષે  ચેતન સાકરિયાની આઈપીએલમાં બેઝ પાઈસ 50 લાખ રૂપિયા હતી. પરંતુ ગયા વર્ષનું તેનું આઈપીએલમાં પર્ફોમન્સ જોતા આ વર્ષે 8 ઘણા રૂપિયા મળ્યા છે, એટલે કે તેને આ વર્ષે દિલ્હીની ટીમે 4.20 કરોડ રૂપિયાની બોલી લગાવી ખરીદી લીધો છે.

ચેતનની આઇપીએલ સુધી પહોંચવાની સફર પણ ખરેખર અદભુત છે. ખુબ જ તકલીફ ભરેલા જીવનમાંથી પોતાની મહેનત દ્વારા આ ક્ષેત્રમાં પહોંચવું તેના માટે ખુબ જ મુશ્કેલ હતું તે છતાં પણ તેને કરી બતાવ્યું. ભાવનગરના વરતેજ ગામના વતની ચેતન સાકરીયા ખુબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. ચેતનને બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ખુબ જ રુચિ હતી.

ચેતનની આર્થિક હાલત ખુબ જ ખરાબ હતી. તેના પિતા કાનજીભાઈ એક ટેમ્પો ચાલક હતા અને માતા ગૃહિણી છે. એક સમય એવો પણ આવ્યો હતો જયારે ચેતનને ક્રિકેટ છોડવી પડે તેમ હતું, પરંતુ કહેવાય છે કે જ્યાં ચાહ હોય ત્યાં રાહ મળી જ આવે છે. આ દરમિયાન તેના મામાએ તેને પાર્ટ ટાઈમ કામ અપાવ્યું અને ક્રિકેટની રમત પણ ચાલુ રખાવી.

ચેતન ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો પરંતુ ક્રિકેટ પ્રત્યેનો રસ તેને ક્રિકેટ તરફ લઇ જતો અને તેના કારણે ઘણીવાર ખોટું બોલી અને તે શાળા છોડી ક્રિકેટ રમવા માટે પણ ચાલ્યો જતો હતો. આઇપીએલ  સુધી પહોંચવામાં ચેતનની  ખુબ જ મહેનત છે.

 

View this post on Instagram

 

A post shared by CHETAN SAKARIYA (@sakariya.chetan)

ચેતન સાકરીયાના જણાવ્યા અનુસાર, તેના ભાઈએ જાન્યુઆરી 2021માં આપઘાત કર્યો હતો. તે સમયે તે તેના ઘરે ન હતો અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમી રહ્યો હતો. ચેતન ઘરે પરત ફર્યો ત્યારે તેના પિતાએ આ દુ:ખદ સમાચાર જણાવ્યા હતા. આ ઉપરાંત ગયા વેર્ષે જ ચેતન સાકરિયાના પિતાનું પણ કોરોનાના કારણે નિધન થયું હતું. જેના કારણે ગયું વર્ષ ચેતન માટે ખુબ જ ખરાબ પણ રહ્યું હતું.

Niraj Patel