અજબગજબ જાણવા જેવું પ્રસિદ્ધ રસપ્રદ વાતો

ચેતક વંશની આ ઘોડીની કિંમત જાણીને ચોંકી જાશો, જુવો PHOTOS, બદામ અને કીસમીસ ખાઈ છે આ ઘોડી.

પોતાના ઘરના જાનવરો વિશે આપણો એટલોજ પ્રેમ હોય છે જેવો ઘરના બાકી સડ્યો પર હોય છે. લોકો પોતાના ઘરોમાં અલગ-અલગ પ્રકારના પ્રાણીઓને પાળતા હોય છે. તેમની દેખ-રેખ કરે છે. સમય સમય પર તેઓની દરેક જરૂરીયાતોને પૂરું કરે છે. તેના બાદ પેટ્સ પણ પોતાના માલિક માટે પણ તેટલા જ ઈમાનદાર રહેતા હોય છે.

જો કે જાનવરોને પાળવા માટેનો આ સિલસિલો આજ કાલ નો નહિ પણ બહુ પહેલાનો રહ્યો છે. પહેલાના સમયમાં લોકો હાથી-ઘોડા, પોપટ તથા નાય જાનવરો તથા પક્ષીઓ વગેરેને પાળતા હતા. જો ઇતિહાસને જોવામાં આવે તો એક યોદ્ધા માટે તેમનું એક પાલતું પ્રાણી જે તેઓને ખુબ પ્રિય હતું.

તમે મહારાણા પ્રતાપના ઘોડો ચેતકનું નામ તો સાંભળ્યું જ હશે. ચેત્કને તે સમયનું સૌથી પ્રતાપી અને તેજસ્વી ઘોડો માનવામાં આવતો હતો. હાલમાં જ એક એવીજ ઘોડી ચર્ચામાં આવી છે જે ચેત્કની જ એક વંશજ છે. માટે જ તો લોકો તેમને દુર-દુરથી જોવા માટે આવે છે.

ઘોડાઓનો મેળો:

મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના સાગરખેડામાં ઘોડાઓનો મેળો ચાલી રહ્યો છે. ઘણા વર્ષોથી સતત ચાલી આવતો આ મેળો મહારાષ્ટ્રનો પોપ્યુલાર છે.

બે કરોડ રૂપિયાની બોલી:

પદ્મા’ ઘોડી વિશે સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે આ ઘોડીની કિંમત બાકી ઘોડાઓ કરતા ખુબ વધારે છે. રાજનેતાથી લઈને સ્ટાર્સ સુધીના ઘોડાઓ પાળવાનો શોખ રાખનારા લોકોએ તેના માટે બે કરોડ સુધીની બોલી લગાવેલી છે.

‘પદ્મા’ નામની ઘોડી:

આ મેળામાં દરેક વર્ષે ભિન્ન-ભિન્ન કિસમના ઘોડાઓની ખરીદી-બિક્રી થાય છે. આ વર્ષે પણ દેશભરના લોકો અલગ-અલગ પ્રકારના ઘોડાઓ લઈને આવે છે. પણ સૌથી વધુ ચર્ચા ‘પદ્મા’ નામની આ ઘોડી ની જ થઇ રહી હતી.

માલિક વેંચવા માટે નથી તૈયાર:
જણાવી દઈએ કે ઘણા લોકોએ આ ઘોડી માટે કરોડો રૂપિયાની બોલી લગાવેલી છે. પણ આ ઘોડીનો માલિક બટકા ચંદના તેને વેંચવા માટે તૈયાર નથી. પદ્માનો માલિક દાવો કરે છે કે પદ્મા મહારાણા પ્રતાપના ચેતકના વંશજની ઘોડી છે.

દૂધ-માવા કાજુ-બદામ ખાય છે:

‘પદ્મા’ ના માલિક ચંદનાનું કહેવું છે કે ‘પદ્મા’ ને કાનપુરના એક મેળા માંથી ત્યારે ખરીદવામાં આવી હતી, જ્યારે તે માત્ર 4 મહિનાની હતી. ત્યારથી લઈને આજ સુધી તેમણે માત્ર કાજુ-બદામ વગરે જ ખવડાવ્યું છે.

સૌથી સુંદર ઘોડી:

જો કે આ મેળામાં કુલ 2,000 ઘોડાઓ આવેલા છે પણ આ દરેક માંથી ‘પદ્મા’ ઘોડી સૌથી વધુ ઉંચી અને સુંદર છે. તેને જોવા માટે લોકો દુર દુરથી અહી જોવા માટે આવે છે.

અન્ય ઘોડા પણ આકર્ષક:

‘પદ્મા’ ના સિવાય ઓસ્કર, બાદલ, રાજા અને ચેતક જેવા ઘોડાઓ પણ મેળામાં આકર્ષણ વધારી રહ્યા છે. અમુક સમય પહેલા મહારાષ્ટ્રના CM પણ આ મેળામાં આવીને આકર્ષક ઘોડાઓનો લુફ્ત ઉઠાવી ચુક્યા છે.

એક લાખ રૂપિયાનું ઇનામ:

આગળના વર્ષે જ ‘પદ્મા’ એ આ મેળામાં થનારી સ્પર્ધાઓમાં એક લાખ રૂપિયાનું ઇનામ જીત્યું હતું. મહારાષ્ટ્ર ના સિવાય ગુજરાત, રાજસ્થાન, પંજાબ ના મેળામાં પણ ધમાલ કરી ચુકી છે.

દેવેન્દ્ર ફડણવીસ થયા હેરાન:

ચંદનાએ જણાવ્યું કે ઘણા મોટા નેતાઓ આ ઘોડા માટે કરોડો રૂપિયાની બોલી લગાવી ચુક્યા છે. જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્રએ પણ આ ઘોડીની કિંમત સાંભળી તો તેઓ પણ ચોંકી ગયા હતા.

સ્પોર્ટ્સ પણ:

આ મેળામાં ઘોડાની ખરીદી-બીક્રીની સાથે સાથે ઘોડાઓ સાથે જોડાયેલા ઘણા પ્રકારના સ્પોર્ટ્સ અને હોર્સ રાઈડિંગ જેવા ખેલ પણ હોય છે, જે દર્શકોનું મનોરંજન કરાવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.