આટલા હજારનો ચેક ફાડવા ઉપર તમે હવે મુકાઈ શકો છો મુશ્કેલીમાં, જાણો RBIના નવો નિયમ

આરબીઆઇ દ્વારા બેંકના નિયમોમાં વખતો વખત બદલાવ કરવામાં આવે છે, ત્યારે જો હવે તમારી પાસે બચત ખાતું હોય અને તેમાં ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા નથી તો 50 હજાર રૂપિયાથી વધારેનો ચેક ફાડવા ઉપર તમારા માથે બોઝ આવી શકે છે. એવું એટલા માટે કારણ કે બેંક દ્વારા હવે પોઝિટિવ પે સિસ્ટમ (PPS)ને લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. મોટાભગની બેંક દ્વારા તે 1 સપ્ટેમ્બરથી લાગુ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક દ્વારા ચેક ટ્રાન્જેક્શન સિસ્ટમ (CTS) માટે ઓગસ્ટ 2020માં પોઝિટિવ પે સિસ્ટમની જાહેરાત કરી હતી. આ નિયમ પ્રમાણે બેંક બધા જ ખાતાધારકો માટે તેમની ઈચ્છા અનુસાર 50 હજાર રૂપિયા કે તેથી વધુની રકમ વાળા ચેક માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે.

આઇબીઆઈના નિયમ પ્રમાણે તમારે ચેક આપતા પહેલા તમારે બેંકને આ બાબતે સૂચના આપવાની રહેશે નહિ તો ચેક સ્વીકાર કરવામાં આવશે નહિ અને તમારો ચેક રિજેક્ટ થઇ જશે. જોકે આ નિયમન કારણે એ વરિષ્ઠ નાગરિકોને તકલીફો આવી શકે છે જે નેટ બેન્કિંગ અથવા તો મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ નથી કરતા.

Niraj Patel