દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

મહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે ચેન્નઈના ‘ઓટો અક્કા’!

આખો દિવસ રીક્ષા ચલાવીને થાકેલા PV રાજી અશોકનો ફોન રાતે 12 વાગે પણ વાગે તો પણ તે એ કોલનો જવાબ આપવાનું ટાળતા નથી, કારણ કે તેઓને ખબર છે કે તેમનું રિક્ષાચાલક તરીકેનું કામ કોઈ ડોક્ટર કે પોલીસકર્મી જેટલું જ અગત્યનું છે. ચેન્નઈમાં કોઈ પણ સ્ત્રીને મોડી રાતે ઓફિસ જવાનું હોય એક ઓફિસથી આવવાનું હોય કે બીજા કોઈ કારણોસર ઘરની બહાર નીકળવું પડે તો તેઓ PV રાજી અશોકને કોલ કરે છે અને રાજી પણ તેમના ફોનના જવાબો આપે છે.

કમનસીબે, આપણા દેશની પરિસ્થિતિ એવી થઇ ગઈ છે કે જ્યાં સ્ત્રીઓ વિરુદ્ધ થતા ગુનાઓ વધી ગયા છે. એટલે જ મોડી રાત સુધી કામ કરતી, મોડી રાતની ફલાઇટ પકડવા માટે એરપોર્ટ જતી કે કોઈ ઇમર્જન્સી કારણોસર ઘરની બહાર પગ મુકાતી વખતે દરેક મહિલાને એક અજાણ્યો ડર સતાવતો રહે છે. આવા સમયે રિક્ષાવાળા કે ટેક્સી ડ્રાઈવર પર વિશ્વાસ કરવો પણ અઘરો થઇ બને છે.

પણ બહાર નીકળવું જરૂરી બની જતા જ મહિલાઓ બહાર નીકળે છે અને એવા સમાયે પણ પોતાની સેફટી માટે કાર અને ડ્રાઇવરની ડીટેલ નોંધીને ઘરે મોકલી આપે છે અને ઘરના લોકોને જણાવે છે કે તેમની જર્નીને ટ્રેક કરતા રહે. પોતાની સેફટી માટે આ જ પ્રકિયા કરવી જરૂરી બની જાય છે અને લગભગ મહિલાઓ આમ જ કરતી હોય છે.

Image Source

ત્યારે મહિલાઓની સુરક્ષાનો સવાલ રાજી સમજે છે, એટલે જ ચેન્નઈમાં મહિલાઓ તેમને રાજી અક્કા કહીને ઓળખે છે, કારણ કે અડધી રાત હોય કે બળબળતી બપોર, રાજી અક્કા ક્યારેય પણ સ્ત્રીઓને રાઈડ આપવાની ના પડતા નથી. તેઓ કહે છે, ‘હું કયારેય સ્ત્રીઓને રાઈડ આપવાની ના નથી પાડતી. મારી 8-9 કલાકની શિફ્ટ ખતમ થયા પછી પણ મને ઘણી મહિલાના ચેન્નઈ એરપોર્ટ જવા માટે કે લેટ વર્કિંગ અવર્સમાં ઓફિસે જવા માટે ફોન આવે છે. હું બધી જ રિકવેસ્ટ એક્સેપટ કરું છું. મારી ફક્ત એક જ શરત રહે છે કે તેઓ એક કલાક પહેલા રાઈડ બુક કરે જેથી હું તેમને શિડ્યુલ કરી શકું.’

રાજીને, ઘણી મહિલાઓને તેમના મુકામ પર સુરક્ષિત રીતે પહોંચાડે છે અને આ મહિલાઓ તેમને રાજી અક્કા તરીકે ઓળખે છે. તેઓ છેલ્લા 20 વર્ષથી રોજ 9 કલાકની શિફ્ટ કરે છે. રાજી બાળકો, સિનિયર સિટીઝન્સ અને એ મહિલાઓને ફ્રી રાઈડ આપે છે કે જે ટેક્સીનું ભાડું ચૂકવી શકવા સક્ષમ નથી હોતી.

Image Source

જે મહિલાઓ રાજી સાથે રાઈડ લે છે એ બધી જ હવે રાજીને સારી રીતે ઓળખી ગઈ છે અને તેઓ રાજીની એડવાન્સ બુકિંગની શરતને પણ સમજે છે. રાજી દિવસની લગભગ 30 રાઇડ્સ પુરી કરે છે. આજની તારીખમાં રાજી મહિને 30-40 હજાર કમાય છે. પરંતુ જયારે રાજીએ રીક્ષા ચલાવવાનું શરુ કર્યું ત્યારનો સમય તેની માટે એ જે રસ્તાઓ પર રીક્ષા ચલાવે છે એવો જ ઉબડ-ખાબડવાળો હતો.

આ બધાની શરૂઆત એક લવસ્ટોરીથી થઇ હતી. રાજી મૂળે કેરળના પલક્કડથી છે અને તેમને ફિલોસોફીમાં બેચલર્સ કર્યું છે. જયારે તે વિદ્યાર્થીની હતી એ સમયે તે અશોકનાં પ્રેમમાં પડી, જે એ જ ગામનો હતો અને રીક્ષા ડ્રાઈવર હતો, જેની સાથે પછીથી રાજીએ લગ્ન કરી લીધા. કપલે લગ્ન પછી શરૂઆતના સમયમાં સંઘર્ષ કરવો પડ્યો અને બંનેએ કોઈમ્બતૂર શિફ્ટ થઇ જવાનું નક્કી કર્યું. ત્યાં જઈને અશોક રીક્ષા ચલાવતો હતો અને રાજી એક ટ્રાવેલ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી.

Image Source

આ પછી 1998માં કોઈમ્બતૂરમાં બૉમ્બ બ્લાસ્ટ થયા પછી કપલ ચેન્નઈ શિફ્ટ થઇ ગયું, આ બ્લાસ્ટમાં લગભગ 60ના જીવ ગયા હતા. 48 વર્ષીય રાજીએ જણાવ્યું કે એ ભયાનક બ્લાસ્ટમાં ઘણા લોકોને અસર થઇ હતી જેમાંથી તેઓ પણ હતા. અમારી પાસે જવા માટે કોઈ જગ્યા ન હતી, એટલે અમે ચેન્નઈ આવ્યા અને નવું જીવન શરુ કર્યું. મારો ભાઈ અહીં રેલવેમાં કામ કરતો હતો એટલે અમને અહીં નવી શરૂઆત કરવા માટે કારણ પણ મળી ગયું હતું. પણ શહેર બદલવાની સાથે જ કેટલાક પડકારો પણ આવ્યા. મારા અનુભવ અને લાયકાત હોવા છતાં મને નોકરી મળતી ન હતી. અને ઘણા ઇન્ટરવ્યૂમાં ફેલ થયા બાદ મે મારા પતિની જેમ જ જીવન-નિર્વાહ ચલાવવા માટે રીક્ષા ચલાવવાનું નક્કી કર્યું.

કોઈમ્બતૂરમાં રિક્ષાનું ડ્રાઇવિંગ લાયસન્સ લીધું હતું જે હવે એક સાચો નિર્ણય લાગી રહ્યો હતો. પણ લાયસન્સ તેમને ચેન્નઈમાં રસ્તા પર અને ટ્રાફિકમાં રીક્ષા ચલાવવા માટે પૂરતું ન હતું. તે આ શહેરમાં નવી હતી અને એક પણ રસ્તાઓની જાણકાર ન હતી. શરૂઆતના કેટલાક દિવસોમાં તેમને રસ્તા પર રીક્ષા ચલાવતા ડર લાગતો અને કયારેક તો તેમને રીક્ષા ઠોકી પણ દીધી હતી.

Image Source

આ અંગે તેઓ કહે છે – એ મારા સફરમાં આવેલા પડકારો હતા પણ એના કારણે હું વધુ સારી બની અને મેં નવી રિક્ષાને બદલે એક સેકન્ડહેન્ડ રીક્ષા લીધી અને વધુ પ્રેક્ટિસ કરી. એ પછી થોડા જ સમયમાં ચેન્નઈની એક પણ ગલી કે રસ્તો એવો ન હતો જે મારા માટે અજાણ્યો હોય. અને હું કોઈ પણ રસ્તા પર કે ટ્રાફિકમાં રીક્ષા ચલાવવા માટે સક્ષમ બની ગઈ. તેમને એમ પણ જણાવ્યું હતું કે આ દરમ્યાન તેમના માતાપિતા અને તેમના પતિએ પણ તેમનો ઘણો સાથ આપ્યો અને તેમના સતત સાથને કારણે જ આજે તેમના ખુશ ગ્રાહકો ઓળખે છે તેમ તેઓ રાજી અક્કા બન્યા.

રાજી અક્કાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓએ ચેન્નઇની 13 જેટલી કોલેજોમાં મોટિવેશનલ સ્પીચ આપી છે. તેઓ આ પ્રોફેશનમાં જોડવામાં રસ ધરાવતી મહિલાઓને તેઓ મફતમાં રીક્ષા ચલાવવાની તાલીમ પણ આપે છે. તેઓ કહે છે આ મહિલાઓ માટે એક સારો વ્યવસાય છે અને હું મહિલાઓને વ્યવસાયે રીક્ષા ચલાવવાનું પ્રોત્સાહન આવા માંગુ છું.

રાજી અક્કાનું માનવું છે કે વ્યક્તિ જે પણ નોકરી કરે પણ તે તેનાથી સંપૂર્ણ સંતુષ્ટ હોવા જોઈએ. જે રીતે તેઓ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.