ખબર

માણસાઈ તો મૂકી જ દીધી, કોરોનાના કારણે મૃત્યુ થયેલા ડોક્ટરની લાશ સાથે લોકોએ ન કરવાનું કર્યું- જાણો વિગત

હાલ દેશમાં કોરોના જેવી મહામારી ચાલુ રહી છે. ડોકટરો નર્સ મીડિયા કર્મી અને સફાઈ કર્મી કોરોના જેવી મહામારી સામે બચાવવા માટે તનતોડ મહેનત કરે છે.

Image Source

કોરોના ફાઈટર એટલે કે, ડોક્ટર અને મેડિકલ વર્કસ પર પથ્થરમારો કરવું બેહદ શર્મજનક છે. ઇન્દોરના મુરાદાબાદ અને ચેન્નાઇમાં આ પ્રકારનો મામલો સામે આવ્યો છે.

ચેન્નાઈના 55 વર્ષીય ડોક્ટર સિમોન હર્ક્યુલસના દર્દીને સારવાર કરતા તેને જીવ ગુમાવ્યો હતો. તેના મૃતદેહને દફનાવવા માટે આમતેમ ફરવું પડયું હતું. આ વચ્ચે તેના પરિવારજનો અને તેના સાથીમિત્રો પર પોશ કોલોનીના લોકોએ પથ્થરમારો કર્યો હતો. એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને સફાઈકર્મી ઘાયલ થઇ ગયા હતા.

આ બાદ પોલીસની હાજરીમાં રાતે 1:30 વાગ્યે તેના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. આ ડોક્ટરમાં ચેન્નાઈમાં ન્યુ હોપ નામની હોસ્પિટલ ચલાવતા હતા. ડો.સોમોન એક સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા બાદ તે પણ સંક્રમિત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા.

Image source

જયારે તેનો મૃતદેહ લઈને તેના પરિવારજનો અને મિત્રો પહોંચ્યા તો 300 લોકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે આ મામલે 20 લોકોની ધરપકડ કરી લીધી છે. આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: