અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેમને ભારતીય ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ મળી આવ્યો છે. 6 સપ્ટેમ્બરના રોજ લોન્ચ બાદ જ તે ગાયબ હતું. આ સાથે જ, એ સ્થળની પણ ઓળખ થઇ છે કે જ્યાં વિક્રમ લેન્ડર દુર્ઘટનાનો શિકાર થયું હતું. ખાસ વાત એ છે કે ભારતીય એન્જીનીયર શનમુગા સુબ્રમણ્યમે આ આખી ઘટના વિશે નાસાને માહિતી આપી હતી.

અંતરિક્ષમાં રુચિ ધરાવતા શનમુગા સુબ્રમણ્યમ દ્વારા અમેરિકાના ઓરબીટિંગ કેમેરાથી લેવાયેલી ચંદ્રની તસ્વીરોનું નિરીક્ષણ કર્યા બાદ નાસાએ કહ્યું કે તેને ભારતીય ચંદ્રયાન 2 મિશનનું વિક્રમ લેન્ડરનું દુર્ઘટના સ્થળ અને કાટમાળ મળી આવ્યો છે. શનમુગા સુબ્રમણ્યમનો દાવો છે કે તેણે પોતે લૂનાર રિકનોઇન્સન્સ ઓર્બીટલ કેમેરા (એલઆરઓસી) ના ફોટા ડાઉનલોડ કર્યા છે.
નાસા અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીએ આ વાતની પુષ્ટિ કરી છે કે સુબ્રહ્મણ્યમે કાટમાળ અંગેની માહિતી એકત્રિત કરી છે. વૈજ્ઞાનિકો જે વિક્રમ લેન્ડરને શોધી રહયા હતા, એની સુબ્રમણ્યમે સચોટ માહિતી આપી હતી. નાસાએ તેના નિવેદનમાં જણાવ્યું કે, શનમુગાએ સૌથી પહેલા મેઈન ક્રેશ સાઈથી લગભગ 750 મીટર ઉત્તર-પશ્ચિમમાં કાટમાળ જોયો હતો.

સુબ્રમણ્યમે કહ્યું, વિક્રમ લેન્ડર ખોવાયું હતું, ત્યારથી જ હું તેને શોધી રહ્યો હતો. હું હંમેશાં અવકાશ વિજ્ઞાનનો શોખીન રહ્યો છું. મેં ક્યારેય પણ કોઈ પણ લોન્ચ છોડયા નથી. એવામાં વિક્રમ લેન્ડરને શોધવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડી. જો કે, તે પોતાની સફળતાથી એકદમ ખુશ દેખાયો હતો.
સુબ્રમણ્યમ મિકેનિકલ એન્જિનિયર અને એપ્લિકેશન ડેવલપર છે. તેણે એક ટ્વિટમાં લખ્યું છે કે ચંદ્ર સપાટી પર ચંદ્રયાન-2 ના વિક્રમ લેન્ડરની શોધનો શ્રેય નાસાએ મને આપ્યો છે. શનમુગા સુબ્રમણ્યમ કહે છે કે વિક્રમની લોકેશન શોધવાનું કામ તેમને પડકાર તરીકે લીધું હતું.

નાસાના વૈજ્ઞાનિકો જે કરી ન શક્યા એ કરી બતાવવાનો ઉત્સાહ તેમને રોમાંચિત કરી રહ્યો હતો. તે દરરોજ સાત કલાક તેઓ નાસા દ્વારા બહાર પાડવામાં આવેલા ફોટોગ્રાફ્સનો અભ્યાસ કરતા હતા. લોકેશન શોધવા માટે, તેણે બે લેપટોપ પર નાસા દ્વારા પ્રકાશિત ફોટોગ્રાફ્સ ખોલીને કામ કર્યું. આમાંથી એક ફોટોગ્રાફ જૂનો હતો અને એક 17 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવ્યો હતો. ઘણી મહેનત બાદ અંતે તેમને વિક્રમનો કાટમાળ જે જગ્યાએ હતો એ જગ્યા શોધી કાઢી.
તે આઇટી કંપનીના કર્મચારી છે. રોજ તેઓ નોકરીએથી આવીને રાતે 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી અને સવારે ઓફિસ જતા પહેલા 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી આંકડાઓનું વિશ્લેષણ કરતા. તેને લગભગ બે મહિના સુધી આ વિશ્લેષણ કર્યું. તેને જણાવ્યું કે નાસાને ઈમેલ મોકલ્યા પહેલા જ તેમને પૂરો વિશ્વાસ હતો કે તમને વિશ્લેષણ પૂરું કર્યું છે.

તેમને વિશ્લેષણ કરવા કોને પ્રેરિત કર્યા, એવું પૂછવા પર તેમણે કહ્યું કે તેઓ સ્કૂલનું શિક્ષણ પૂરું થયા પછીથી જ ખૂબ ધ્યાનથી ઇસરોના ઉપગ્રહ લોન્ચને જોઈ રહ્યા છે. સુબ્રમણ્યમે કહ્યું કે આ લોન્ચને જોઈને મને તેમાં વધુ શોધ કરવામાં રસ આવ્યો. તેમણે કહ્યું કે, તેમના ઓફિસના સમય સિવાય, તે નાસા અને કેલિફોર્નિયા સ્થિત સ્પેસેક્સ શું કરી રહ્યું છે તેનું નિરીક્ષણ કરતો હતો. આ રસના કારણે જ તેમને ચંદ્રથી સંબંધિત સેટેલાઇટ ડેટા પર કામ કરવા પ્રેરણા મળી. તેમણે કહ્યું કે મિકેનિકલ એન્જિનિયરિંગનો સંબંધ રોકેટ વિજ્ઞાન સાથે છે, અને તેનાથી જ રોકેટ વિજ્ઞાનને સમજવામાં મદદ મળી.

તેણે કહ્યું કે જયારે તેને દુર્ઘટના સ્થળની જાણ મળી અને મેલ મોકલ્યો, તેને નાસા તરફથી જવાબની પૂર્ણ અપેક્ષા હતી. તેને જણાવ્યું કે મેં વિચાર્યું કે તેઓ જાતે ખાતરી કર્યા પછી જવાબ આપશે અને મંગળવારે સવારે ત્રણ વાગ્યે તેમના તરફથી મને એક ઇમેઇલ મળ્યો. તેણે જણાવ્યું કે તેમના પરિવારમાંથી કોઈ પણ ખગોળશાસ્ત્ર સાથે જોડાયેલું નથી. તેણે કહ્યું કે મને ઇસરોના ભૂતપૂર્વ ટોચના વૈજ્ઞાનિક એમ. અન્નાદુરૈએ પ્રશંસાપત્ર સંદેશ મોકલ્યો. સાથે જ તેમની ઓફિસે પણ તેમની સિદ્ધિની પ્રશંસા કરી છે.
જુઓ વિડીયો:
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.