2021ના સૌથી અનોખા લગ્ન : 60 ફૂટ ઊંડે દરિયાની અંદર જઈને વર-કન્યાએ એકબીજાને વરમાળા પહેરાવી કર્યા લગ્ન, જુઓ વીડિયો

આજના સમયમાં લગ્ન કરવા માટે પણ લોકો અલગ અલગ નુસખાઓ કરતા હોય છે, થોડા સમયથી ડેસ્ટિનેશન વેડિંગ લોકો ખુબ જ કરાવે છે, ત્યારે ગામઠી શૈલીમાં પણ ઘણા લોકો લગ્ન કરાવતા જોવા મળે છે, પરંતુ આ દરમિયાન જ એક અનોખા લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ લગ્ન કોઇમ્બતુરમાં યોજાયા હતા, જ્યાં આ અનોખા લગ્નની અંદર વર-કન્યા 60 ફૂટ ઊંડા પાણીની અંદર જઈને એકબીજાને વરમાળા પહેરાવી હતી. આ બંને વ્યવસાયે સોફ્ટવેર ઈજનેર છે.તામિલનાડુના નિલંકરઈ સમુદ્ર તટ ઉપર ઉભા રહીને વરરાજા ચિન્નાદુરાઈ અને શ્વેતાએ લગ્નના મુહૂર્તની રાહ જોઈ અને જેવું જ લગ્નનું મુહૂર્ત આવ્યું કે બંનેએ સમુદ્રમાં કૂદકો માર્યો. આ દરમિયાન બંનેએ લગ્નના પારંપરિક વસ્ત્રો પહેર્યા હતા.

વર-કન્યાએ સમુદ્રમાં છલાંગ લગાવતા એક બીજાને વરમાળા પહેરાવી. વરરાજાએ કન્યાના  ગળાની અંદર મંગળસૂત્ર બાંધ્યું અને અગ્નિની સાક્ષીના બદલે બંનેએ સમુદ્રની સાક્ષીએ સાત જન્મોના બંધનમાં બંધાવવાનું નક્કી કરી લીધું.

ચિન્નાદુરાઈ એક પ્રોફેશનલ લાયસન્સ પ્રાપ્ત સ્કૂબા ડ્રાઈવર છે. જયારે શ્વેતાએ ખાસ લગ્ન માટે સ્કૂબા ડાઇવિંગ શીખ્યું હતું. બંનેને આ પ્રકારે લગ્ન કરવાનો આઈડિયા ચિન્નાદુરાઈના ટ્રેનર અરવિંદ અન્નાએ આપ્યો હતો.

જયારે ચિન્નાદુરાઈએ આ પ્રકારના એડવેન્ચર લગ્ન માટે શ્વેતાને કહ્યું ત્યારે તો તે પહેલા ડરી ગઈ હતી, પરંતુ બાદ તેને ટ્રેનિંગ લીધી અને લગ્ન કરવા માટે રાજી થઇ ગઈ. આ અનોખા લગ્નની ઘણી જ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

ચિન્નાદુરાઈએ જણાવ્યું હતું કે તે લગભગ 40 મિનિટ સુધી પાણીની અંદર રહ્યા અને પાણીમાં પહેલા તેને બુકે આપીને લગ્ન માટે શ્વેતાને પ્રપોઝ કર્યું ત્યારબાદ વરમાળા અને બીજા વિધિ પૂર્ણ કરવા માટે તે લોકો પોતાના બહાર  આવી પોતાના પરિવાર સાથે ચાલ્યા ગયા.

Niraj Patel