ટેલિવિઝનનો જાણીતો ચહેરો અને સેલિબ્રિટી શેફ જંગી જોનને તેના ઘરમાં મૃત અવસ્થામાં મળી હતી. જંગી શેફ તેના કેરળના કુરવનકોનમ સ્થિત એક ફ્લેટમાં તેની માતા સાથે રહેતી હતી. જગી ટેલિવઝન ચેનલ રોઝબાઉલ માં ‘જગીઝ કૂકબુક’ના નામથી કુકરી શો ચલાવતી હતી.
જગી બ્યુટી અને પર્સનાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળતી હતી. આ સાથે જ જગી એક હોસ્ટ, સિંગર, મોડેલ, મોટિવેશન સ્પીકર અને સેલેબ્રીટી જજ હતી.
View this post on Instagram
પોલીસના જણાવ્યા અનુસાર, રસોડામાંથી તે મૃત અવસ્થામાં મળી ગઈ હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મોતનું સાચું કારણનો હજુ સુધી ખુલાસો નથી થયો. આ મામલાને લઈને પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ જાણવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે જે સમયે જગીનું મોત થયુ તે સમયે તેની માતા ઘરમાં જ હતી.
View this post on Instagram
હાલ તો તેની માતા દીકરીના મોતના આઘાતમાં પોલીસને કોઈ પણ પ્રકારના જવાબ આપવામાં માનસિક રૂપથી તૈયાર નથી.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ અનુસાર, જગીના મૃતદેહને તેના પાડોશીઓ જોયો હતો. જગીના પાર્ટનરે જગીના પાડોશીઓને જોવા માટે કહ્યું હતું કારણ કે, જગી લાંબા સમયથી તેનો ફોન ઉપાડતી ના હતી. આ બાદ પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. જગીની ઉંમર 45 વર્ષની હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે, જગી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહેતી હતી.રવિવારે સવારે જ એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, હો શકે કે 2019માં જે આંસુ વહેડાવ્યા હોય તે આવતા વર્ષે કોઈ ઝાડના પાણીનું કામ કરે.
View this post on Instagram
જગી ટેલિવિઝન પર પોતાનો કૂકરી શો જગીસ કૂકબૂક ચલાવતી હતી. આ ઉપરાંત તેણી બ્યૂટી અને પર્સનાલિટી શોઝમાં જજ તરીકે પણ કામ કરતી હતી. એટલું જ નહીં જગી સારી ગાયિકા અને મોટિવેશન સ્પીકર પણ હતી. આ ઉપરાંત જગી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ સક્રિય હતી. જગીએ રવિવારે અંતિમ પોસ્ટ લખી હતી. જેમાં તેણીએ લખ્યું હતું કે, “May the tears you cried in 2019 water the seeds you’re planting for 2020.”
View this post on Instagram
આ રીતે મોતનો ખુલાસો થયો
કોચી ખાતેના એક ફ્રેન્ડે જગીને તેના મોબાઇલ પર ફોન કર્યો હતો. જગીએ ફોન પર કોઈ જવાબ ન આપતા તેણે તેના અને જગીના એક કૉમન ડૉક્ટર મિત્રને આ અંગેની જાણ કરી હતી. ડૉક્ટર સોમવારે સાંજે જગીના ઘરે ગયો હતો. આ સમયે જગીનું ઘર અંદરથી બંધ હતું. જે બાદમાં આ મિત્રએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બારીમાંથી અંદર જોયું તો જગી તેના રસોડામાં નીચે પડી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.