BREAKING દુઃખદ સમાચાર: વધુ એક સેલિબ્રિટીનું થયું નિધન, બે અઠવાડિયા પહેલા જ પત્નીએ લીધો હતો જીવનનો છેલ્લો શ્વાસ

છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાંથી કોઇના કોઇ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. તેવામાં બી-ટાઉથી હાલ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ખબર છે કે મશહૂર મલયાલી શેફ અને ફિલ્મ પ્રોડ્યુસર નૌશાદનું નિધન થઇ ગયુ છે. નૌશાદે 27 ઓગસ્ટ શુક્રવારના રોજ 55 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા હતા.

જણાવી દઇએ કે, નૌશાદ કેટલાક સમયથી પેટની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા જેને કારણે તેમને તિરૂવલ્લાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. તેમના પરિવારને આ પહેલા પણ આઘાત લાગ્યો હતો જયારે નૌશાદની પત્ની શીબાનું 12 ઓગસ્ટના રોજ હ્રદયરોગના હુમલાને કારણે નિધન થયુ હતુ. દંપતિના પરિવારમાં તેમની 13 વર્ષની દીકરી નૈશવા છે.

નૌશાદ કુકિંગની દુનિયાનું એક જાણિતુ નામ હતા. નૌશાદનો તિરૂવલ્લામાં એક રેસ્ટોરન્ટ બિઝનેસ હતો. તેઓ હોટલ મેનેજમેન્ટનો કોર્સ પૂરો કર્યા બાદ શેફ બની ગયા અને ટીવી પર કુકિંગ શો મેજબાની કરી તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. નૌશાદ કેરળ અને દુનિયાના કેટલાક ભાગોમાં “નૌશાદ ધ બિગ શેફ” નામનું રેસ્ટોરન્ટ ચેન ચલાવતા હતા. આ રેસ્ટોરન્ટમાં કેટલીક રીતનું જમવાનું તેઓ પરોસતા હતા.

તેમણે ઘણી મશહૂર હસ્તિઓ, વીઆઇપી અને વીવીઆઇપી માટે જમવાનું બનાવ્યુ છે. તે ખાસ કરીને બિરયાનીની વિભિન્ન કિસ્મો બનાવવા માટે જાણિતા હતા.  તેમણે વર્ષ 2005માં સમીક્ષકો દ્વારા પ્રશંસિત મમૂટી-અભિનીત કજ્ચાનું નિર્માણ કરી ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂક્યો હતો, તેમણે ચતંબી નાડૂ, લાયન, બેસ્ટ એક્ટર અને સ્પેનિશ મસાલા જેવી કેટલીક ફિલ્મોનું નિર્માણ કર્યુ છે.

Shah Jina