રસોઈ

ચીઝ ટોમેટો સેન્ડવીચ રેસિપી: દિલ ખુશ થઇ જશે, અત્યારે જ નોંધી લો રેસિપી અને ટ્રાય કરો

સવાર ના નાસ્તા , સાંજ ના સ્નેક્સ કે કોઈ પાર્ટી ના પરફેક્ટ સ્નેક્સ ચીઝ સેન્ડવીચ સ્વાદ માં ખૂબ જબરદસ્ત લાગે છે.

આવશ્યક સામગ્રીઓ Ingredients for Cheese Tomato Sandwich

 • વાઈટ બ્રેડ – 4
 • ચીઝ સ્લાઈસ- 2
 • ટામેટા – 2
 • પિઝા સોસ – 1 નાની ચમચી
 • બટર- 2 ટેબલ સ્પૂન
 • મોંઝરેલા ચીઝ- ½ કપ
 • મીઠું- 1 નાની ચમચી કે સ્વાદ અનુસાર
 • મરી નો ભૂકો – ¼ નાની ચમચી

વિધિ – How to make Cheese Tomato Sandwich – સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા ટામેટા ને સ્લાઈસ માં કાપી લો.

બે બ્રેડ લો . હવે એક બ્રેડ ઉપર પીઝા સોસ નાખી સારી રીતે ફેલાવી દો અને હવે એની ઉપર ચીઝ સ્લાઈસ નો એક નાનો ટુકડો રાખી દો. હવે એના ઉપર ટામેટા ની સ્લાઈસ લગાવી દો. એના પછી એના ઉપર થોડું મીઠું અને થોડો મરી નો ભૂકો નાખી દો. હવે એના ઉપર બીજી ચીઝ સ્લાઈસ રાખી દો. અને પછી એ સ્લાઈસ ઉપર બીજી બ્રેડ રાખી દો અને બ્રેડ ઉપર બટર સારી રીતે લગાવી દો.

હવે એવી જ રીતે બીજી બ્રેડ સેન્ડવીચ માટે બ્રેડ લો એના પર ટામેટા ની સ્લાઈસ રાખી દો એના ઉપર થોડું મીઠું અને મરી નો ભૂકો ભભરાવી દો. હવે એના ઉપટ મોંઝરેલા ચીઝ નાખી દો. અને એના પર બીજી બ્રેડ રાખી અને બટર લગાવી દો.

સેન્ડવીચ ને સેકવા માટે પૈન ને ગેસ ઉપર રાખી ને ગરમ કરી લો. પૈન માં બે બ્રેડ સેન્ડવીચ ને સેકવા માટે રાખી દો અને એને ઢાંકી એમ 2-3 મિનિટ સેકવા દો. ગેસ મધ્યમ જ રાખો.

સેન્ડવીચ ને ચેક કરો , એ નીચે તરફ સેકાઈ ચુકી છે,હવે એના ઉપર બટર લગાવી દો અને એને પલટાવી દો અને એને પણ 3 મિનિટ સુધી ધીમી આંચ ઉપર સેકવા દો. એના પછી ચેક કરો.

3 મિનિટ પછી સેન્ડવીચ સેકાઈ ને તૈયાર છે. ગેસ બંધ કરી દો અને સેન્ડવીચ ને પ્લેટ માં કાઢી દો. હવે એ સેન્ડવીચ ને કાપી લો અને સર્વ કરો. સ્વાદ થી ભરપૂર સેન્ડવીચ ને સવારે નાસ્તા માં કે સાંજે ચા સાથે થોડી ભૂખ લાગવા પર પરોસી શકો છો. એનો સ્વાદ તમને ખૂબ પસંદ પડશે.

સુજાવ

 • મરી ના ભુકા ને બદલે તમે ઓરેગાનો નો પણ ઉપયોગ કરી શકો છો.
 • બ્રેડ સેન્ડવીચ ને તમે વગર પીઝા સોસ વિના પણ બનાવી શકો છો.
 • જો તમે વધુ તીખું ખાવા નું પસંદ કરો છો તો ચિલ્લી ફ્લેક્સ નો ઉપયોગ પણ કરી શકો છો.
 • સેન્ડવીચ ને ધીમી – મધ્યમ આંચ ઉપર જ શેકો.
 • બ્રેડ ચીઝ સેન્ડવીચ માં તમે એક ચીઝ સ્લાઈસ કે બે ચીઝ સ્લાઈસ જેટલી તમે ઇચ્છો એટલી નો ઉપયોગ કરી શકો છો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ